News of Saturday, 21st March 2026
કમોસમી વરસાદથી ઉપલેટાના મોટીપાનેલી પંથકમાં પાકને નુકશાનઃ વળતરની માંગ
મનસુખભાઇ માંડવીયા, જીતુભાઇ વાઘાણી, મહેન્દ્રભાઇ પાડલીયાને મોટીપાનેલી સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની રજુઆત

મોટી પાનેલીઃ તા.ર૧, રાજકોટ જિલ્લા ના ગ્રાહકો ઉપલેટા તાલુકા ના પાનેલી મોટી રબારીકા શહીદ ખારચીયા હરીયાસણ જાર ઢાંક સાતવડી વગેરે ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ના ઉભા પાકને ભારે નુકશાન થયુ છે. ઘઉં જીરૂ ચણા કપાસ એરંડા ધાણા જેવા વગેરે પાકો માં થયેલ નુકશાનીનુ સર્વે કરીને ખેડૂતો ને થયેલ નુકશાનીનુ યોગ્ય વળતર ચુકવા મા આવે તેવી માંગ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ગુજરાત ના કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ને લેખીત રજુઆત કરીને પાનેલી મોટી સહકારી મંડળી ના પ્રમુખ વિરેન ભાઈ ફળદુ ઉપપ્રમુખ મેહુલ ભાઈ વરસાણી તેમજ પાનેલી મોટી સહકારી મંડળી ના તમામ સભ્યો દ્વારા કરવામાં આવી છે. (ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી )
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
