News of Saturday, 21st March 2026
ખંભાળીયામાં રમઝાન ઇદની ઉજવણી
મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૧: દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળીયા ભાણવડમાં આજે મુસ્લીમ બિરાદરો દ્વારા ખુબ જ ભારપૂર્વક ઇદ રમઝાનની ઉજવણી કરવામાં આવી હતી.
ખંભાળીયામાં ઇદગાહ ખાતે ઇદની ઉજવણી સામુહિક નમાજ અદા કરીને કરવામાં આવી હતી. જેમાં શહેર કાજી દ્વારા નમાજ કરવાઇ હતી. જેમાં સુન્ની મુસ્લીમ જમાત પ્રમુખ હુસેનભાઇ, ઉપપ્રમુખ યાકુબબાપુ બુખારી, રહીમભાઇ ચાકી, ઇમ્તીયાઝખાન, હારૂનભાઇ શેખ, મોહમ્મદ હુસેન, ફિરોજ બ્લોચ વિ. જોડાયા હતા. એક સાથે પાંચેક હજાર બિરાદરો નમાજમાં જોડાતા ઇદગાહ પર મેળા જેવુ વાતાવરણ થઇ ગયુ હતું. નમાઝ બાદ એકબીજાને ઇદ મુબારક કરીને ગળે લાગ્યા હતા.
ભાણવડમાં પણ ઇદગાહ પર વિશાળ સંખ્યામાં લોકોએ શહેર કાજી પાસે નમાજ પઢી હતી. ખંભાળીયા તાલુકાના સલાયા, વાડીનાર, કોટા, ભટાણા, ખીટ બાયાસર જેવા ગામોમાં પણ ઇદની ઉજવણી ખુબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
