News of Saturday, 21st March 2026
પોરબંદર કિર્તી મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ સહિત સુવિધા વધારવાનું આયોજન
કલેકટર કચેરીએ કુંવરજીભાઇ બાવરિયા અને અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પ્રવાસીઓ વધારવા અંગે ચર્ચા થઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવરિયા અને વનમંત્રી અર્જુનભાઇની ઉપસ્થિતિમાં કિર્તી મંદિર સંચાલન સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં કીર્તી મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ સુવિધા વધારવા તેમજ પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિヘતિ કરવા મહત્વપૂર્ણ કરી હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિヘતિ કરવાનો અને પ્રવાસન લક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવાનો હતો. બેઠક દરમિયાન ખાસ કરીને કીર્તિ મંદિર પરિસરમાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ (સ્ટાફ) લાઈબ્રેરી અપગ્રેડેશન સંબંધી બાબતો પર વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ગત વર્ષના હિસાબોની બહાલી, સુધારા બજેટને બહાલી, ઓડિટ રિપોર્ટ, પરિસરમાં આવેલા ગાંધી હાટમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી તેને વધુ આકર્ષક બનાવવા તેમજ પાછલા સમયમાં યોજાયેલી વિવિધ ઉજવણીઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જેની મંત્રીશ્રીઓ દ્વારા નોંધ લઈને ત્વરિત નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં વહીવટી તંત્રના જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, મંત્રીશ્રીના અંગત સચિવ જે.બી. વદર, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, કીર્તિમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ સંદીપ જાદવ અને જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર સહિત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિ મંદિરના વિકાસના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
