<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પોરબંદરઃ ભાડે આપેલા બેન્‍ક ખાતા દ્વારા લાખોના ટ્રાન્‍ઝેકશનમાં વધુ એક આરોપી ઝડપાયોઃ ૩ મહિનાથી ફરાર હતો

અગાઉ સાયબર ક્રાઇમના ગુન્‍હામાં ૪ આરોપીઓ પકડાયા હતાં: મ્‍યુલ એકાઉન્‍ટમાંથી છેતરપીંડીની મોટી રકમની હેરાફેરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.ર૧ સાયબર ફ્રોડ ગુન્‍હા પકડવા ઓપરેશનમાં તપાસ દરમિયાન મ્‍યુલ એકાઉન્‍ટ ( ભાડે આપેલા બેન્‍ક ખાતા) દ્વારા છેતરપીંડીના લાખોના ટ્રાન્‍ઝેકશનમાં વધુ એક આરોપી મુળ ભેસાણ અને હાલ સુરતના ઉત્‍સવકુમાર ભેસાણીયાને પોલીસે પકડી લીધો છે.

 ગુજરાત સરકાર દ્વારાસાયબર ફ્રોડ રોક્‍વા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્‍યુલ હન્‍ટ' અંતર્ગત પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતામાં  મ્‍યુલ એકાઉન્‍ટ (ભાડે આપેલા બેંક ખાતા) દ્વારા છેતરપિંડી ના નાણાંની હેરાફેરી કરવાના ગુનામાં છેલ્લા ત્રણ. મહિનાથી નાસતા-ફરતા સુરતના ઉત્‍સવકુમાર ભેસાણીયાને પોલીસે ઝડપી પાડયો છે.

ગળહ વિભાગ દ્વારા મળેલા મ્‍યુલ એકાઉન્‍ટ્‍સના ડેટાની તપાસ દરમિયાન એસ.બી.આઈ.ના એક શંકાસ્‍પદ ખાતામાં અલગ-અલગ રાજ્‍યોમાંથી રૂ. ૭,૫૦,૦૦૦ જમા થયા હોવાનું બહાર આવ્‍યું હતું. આ  રકમ તે જ દિવસે એ.ટી.એમ. અને ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઈમ

પોલીસે ગત ડિસેમ્‍બર માસમાં ગુનો નોંધી અગાઉ ૪ આરોપીની ધરપકડ કરી હતી, જ્‍યારે મુખ્‍ય સાગરીતોમાંનો એક ઉત્‍સવકુમાર સુરત ખાતે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.

પોરબંદર એસ.પી. બી.યુ. જાડેજા અને ડીવાયએસપી ઋતુરાબાની સૂચના હેઠળ પીઆઈ એસ.આર. ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ એક્‍સપર્ટની મદદથી તપાસ હાથ ધરી હતી. મૂળ ભેંસાણના અને હાલ સુરતના વરાછા વિસ્‍તારમાં રહેતા ૨૫ વર્ષીય ઉત્‍સવકુમાર ચંદુભાઈ ભેસાણીયાને ટ્રેસ કરી ઝડપી લેવામાં આવ્‍યો છે. હાલ આરોપી પોલીસ રિમાન્‍ડ હેઠળ છે અને આ રેકેટમાં અન્‍ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પૂછપરછ શરૂ થઇ છે.

(1:13 PM IST)