<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

જાફરાબાદના લુણસાપુરમાં પ્રોઢ સાથે રૂ.૧.૨૨ કરોડની છેતરપીંડી

બનાવટી પોસ્‍ટથી એડ આપી શેરમાર્કેટમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપીને જુદી જુદી બેંકમાંથી ઠગાઇ કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૧: જાફરાબાદ તાલુકાના લુણસાપુર સિન્‍ટેક્ષ કોલોનીમાં વિકાસ શ્રીરામસ્‍વરૂપ યાદવ ઉ.વ.૪૪ સિન્‍ટેક્ષ યાર્ન લીમીટેડના જનરલ મેનેજર સાથે આરોપીએ ફેસબુક એપ્‍લીકેશનના એડ મારફતે બનાવટી પોસ્‍ટથી એડ આપી શેરમાર્કેટમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપી જેમાં ફરિયાદીએ વોટસએપ નં. ૮૧૪૧૭૯૬૩૨૬ જેમાં શાલીની કુલકર્ણી નામ લખેલ આવતું હતું.તે વ્‍યકિતએ ફરિયાદીને વોટસએપ ગ્રુપની લીંક મોકલી ઝેડ-૭૯ પૈસા કેપીટલ અચીવર્સ નામના ગ્રુપમાં એડ કરી અને ફરિયાદીને ફાયદા વાળા શેરની માહીતી દેખાડી લોભલાલચ આપી લીંક મોકલી એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી બાદ ઝેડ-૫૫ પૈસા કસ્‍ટમર સવિસ સેન્‍ટર નામના વોટસએપ ગ્રુપમાં એડ કરી અને જેમાં ચાર વ્‍યકિત મો.૯૧૦૪૩ ૬૯૫૬૨, ૭૪૦૫૫ ૧૪૨૬૭, ૭૬૯૫૦ ૮૩૧૬૧, ૯૬૦૧૩ ૨૩૯૪૨ જે પૈસા કસ્‍ટમર કેરના કર્મચારી તરીકેનીખોટી ઓળખ આપી વાતચીત કરી ફરિયાદીને જુદી જુદી બેંકોના ખાતાઓની વિગતો મોકલી ફરિયાદી પાસેથી કુલ રૂ.૧,૨૨,૮૫,૦૦૦ ટ્રાન્‍સફર કરાવી એપ્‍લીકેશનમાં થયેલ પ્રોફીટ ઉપાડવા માટે હજુ વધુ પચાસ લાખ ફી ચુકવયા બાદ જ ફરિયાદીને તેના પૈસા મળશે તેવી ધમકી આપી ઓનલાઇન સાયબર ફ્રોડ કરી ઠગાઇ કરી ગુન્‍હો કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પરણીતાને ત્રાસ આપયો

અરવલ્લી જીલ્લાના બાયડ ગામે હાલ અમરેલી તાલુકના મોટા આંકડીયા ગામની ક્રિષ્‍નાબેન રેનીશભાઈ ગોહીલ ઉ.વ.૨૯ને બાયડ મુકામે લગ્નજીવન દરમ્‍યાન પતિ રેનીશ પ્રકાશભાઈ, સાસુ નેહાબેન પ્રકાશભાઈ, સસરા પ્રકાશ ઘનશ્‍યામભાઇ, દિયર આર્યન પ્રકાશભાઈ ગોહીલ, માસીજી દિપાલીબેન રાજેશભાઇ,માસાજી રાજેશ પ્રદ્યુમનભાઇ જેઠવા, મામા ચિરાગ કનુભાઈ ગોહીલ સહીતે પતિને ચડામણી કરી શંકા કુશંકા કરી અવાર નવાર ઘરકામ અંગે મેણાટોણા મારી શારીરિક અને માનસીક દુઃખ ત્રાસ આપી પતિએ ગાળો બોલી ઢીકાપાટુ વડે મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુન્‍હો કર્યાની અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:13 PM IST)