તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી: મોરબીના જાણીતા તબીબ ડૉ. મનીષકુમાર એ. સનારિયાએ તાજેતરમાં બે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મેડિકલ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને શહેર તેમજ તબીબી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે. જેમાં કેન્સર પ્રતિરોધ અને ખાસ કરીને HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) અંગે જાગૃતિ માટેની આ સિદ્ધિઓને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
તેઓએ કેન્સર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને અમેરિકન કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રિવેન્ટ ગ્લોબલ HPV કેન્સર્સ' પહેલ હેઠળ ડૉ. સનારિયાએ વિશેષ તાલીમ પૂર્ણ કરી છે. ‘મેડિકલ સોસાયટીઝ લીડિંગ ધ વે ટુ સર્વિકલ કેન્સર એલિમિનેશન’ વિષયક આ તાલીમમાં ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે HPV રસીકરણના મહત્વ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ FOGSIના પ્રેસિડેન્ટ ડૉ. સુનીતા તાંદુલવાડકર તથા IMAના પ્રેસિડેન્ટ ડૉ. દિલીપ પી. ભાનુશાલીએ તેમને પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા છે.
જયારે બીજી સિદ્ધિ તરીકે ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન (IPA) અને અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા आयोनित "HPV VACS: Vaccinate Adolescents Against HPV Cancers” વિષયક તાલીમ કાર્યક્રમ પણ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ તાલીમમાં કિશોરોમાં HPV સંક્રમણ અટકાવવા તથા રસીકરણ દ્વારા ભવિષ્યમાં કેન્સર સામે રક્ષણ મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોર્સ પૂર્ણ કરવા બદલ IPAના પ્રેસિડેન્ટ પ્રો. જોસેફ હદદાદ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. નવીન ઠાકર અને અમેરિકન કેન્સર સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. અનુ કે. અગ્રવાલ દ્વારા તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આમ ડૉ. મનીષ સનારિયાની આ બંને સિદ્ધિ બદલ મેડિકલ ક્ષેત્રના અગ્રણીઓ તેમને અભિનંદન આપી રહ્યા છે અને આ તાલીમ બાદ તેઓ સમાજમાં HPV રસીકરણ અંગે જાગૃતિ ફેલાવી કેન્સર મુક્ત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
