<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી- બગસરા -ખાંભા ના ધારાસભ્ય જે.વી. કાકડિયા, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિતના ઉપસ્થિત

અમરેલી તા.૨૨  અમરેલી જિલ્લામાં રૂપિયા ૭૦૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે પધારેલા નિકોલના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું પણ ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

એરપોર્ટ ખાતે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી  કૌશિકભાઈ વેકરીયા, ધારી- બગસરા -ખાંભા ના ધારાસભ્ય  જે.વી. કાકડિયા, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય  હીરાભાઈ સોલંકી, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, રેન્જ આઈજી આર. વી. અસારી, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અગ્રણી અભયસિંહ ચૌહાણ, અતુલભાઈ કાનાણી, રાજેશભાઈ ભુતૈયા, ચેતન શિયાળ, મયૂર માંજરિયા, મેહુલ ઘોરાજીયા, દિપક વઘાસીયા,  પી.વી. વસાણી, બ્રિજેશ કુરૂંદલે, રમાબેન હીરપરા સહિતના મહાનુભાવોએ એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રી અને નિકોલના ધારાસભ્યશ્રીને સત્કાર્યા હતા. 

(2:30 PM IST)