<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મોરબીમાં ૨૩ માર્ચે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં આપ સૌ રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી પ્રજાજનોને સહપરિવાર પધારવા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી દ્વારા ૧૪ વર્ષથી ૨૩ માર્ચને ભગતસિહ,રાજ્યગુરુ અને સુખદેવ તથા દેશ માટે આપેલા બલિદાનીઓ ને બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે  “એક શામ અમર જવાનો કે નામ “કાર્યક્રમ યોજવામાં આવે છે.

  સાથે કૂપવાડામાં બલિદાન થયેલ રમેશજી પટેલ ના ધર્મ પત્ની ને ૧૯/૩/૨૦૨૬ નારોજ ૫,૧૧,૦૦૦ દાન આપવામાં આવેલ આ દાન પેકેજિંગ એસોશિયન દવારા આપવામાં આવેલ તેમનું સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમ આ વર્ષે સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર. દેવ ફાર્મ સામે એસ.પી રોડ .મોરબી ખાતે તારીખ ૨૩/૩/૨૦૨૬ ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં આ વખતે પ્રખ્યાત લેખક અને વક્તા ડો. શરદભાઈ ઠાકર  લેખક સિહપુરુષ છે તેમજ ડો. આયુષીબેન રાણા આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા આવવાના છે તે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે તો આ કાર્યક્રમમાં આપ સૌ રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી પ્રજાજનોને સહપરિવાર પધારવા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(5:15 PM IST)