તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
જામનગરમાં પરંપરાગત યોજાતી રામસવારીના આયોજન પૂર્વે પંચેશ્વર ટાવરથી બાલા હનુમાનજીના મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાઈ
સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ ના આશીર્વચન સાથે આ ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

જામનગર :જામનગર શહેરમાં પ્રતિવર્ષ હિન્દૂ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પરંપરાગત રામસવારીનું આયોજન થાય છે, તે પૂર્વે શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવાના ભાગરૂપે યોજાયેલી અંતિમ બેઠક બાદ ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ગૌરીશંકર મહાદેવના મંદિરથી તળાવની પાળે બાલાહનુમાનજી ના મંદિર સુધીની ભક્તિફેરી યોજાઇ હતી.
હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ ના આશીર્વચન સાથે આ ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, અને રામસવારી ના આયોજન અર્થે એકત્ર થયેલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તોના હાથમાં ભગવા ધ્વજ લઈને 'જય શ્રી રામ, ના જયઘોષ ના ઉચ્ચારણ સહિત પદયાત્રા સાથેની ભક્તિ ફેરી યોજાઈ હતી. જે બાલા હનુમાનજીના મંદિરે પહોંચી હતી, જ્યાં પ્રભુ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી ને નમન કર્યા હતા, ત્યારબાદ બાલા હનુમાનજી મંદિર ચાલતી અખંડ રામધૂનના જાપમાં તમામ રામ ભક્તો જોડાયા હતા, અને રામધૂન બોલાવી હતી.
ત્યારબાદ ફરીથી ત્યાંથી જય શ્રી રામના નારા સાથે ગોરીશંકર મહાદેવના મંદિર પાસે પરિપૂર્ણ થઈ હતી. જેનું સંચાલન મહાદેવ હર મિત્ર મંડળ ચરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) એ કર્યું હતું
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
