News of Monday, 23rd March 2026
ઉત્તરપ્રદેશનો ગુમ યુવાન ૪ વર્ષ પછી પરિવારને મળ્યો: ભુજમાં પિતા-પુત્રીનું હૃદયસ્પર્શી મિલન
દુઃખીરામ યુપીથી રખડતો ભટકતો કચ્છના નાના ભાડિયા ગામે પહોંચ્યો, જ્યાંથી સેવાભાવી દેવાંગ ગઢવીએ ભુજની માનવજ્યોત સંસ્થામાં પહોચાડ્યો અને માનવજ્યોતના પ્રયાસો થકી પરિવાર સાથે થયું મિલન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ ઉ.વ. ૩૧ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે અનેક રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. ચાર વર્ષ પછી તે કચ્છનાં માંડવી તાલુકાનાં નાનાભાડિયા વિસ્તારમાંથી માનવજ્યોતનાં કાર્યકર દેવાંગભાઇ ગઢવીને મળી આવતાં તેમણે પોતનાં વાહન મારફતે આ યુવાનને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ.
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો. સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેનાં ઘર-પરિવાર શોધી કાઢતાં તેને તેડવા પરિવારનાં ૭ સભ્યો ભુજ આવી પહોંચ્યા હતા.
૪ વર્ષ પછી પરિવાર સાથે તેનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેને ૭ વર્ષની દીકરી છે. તેની પત્ની-દીકરી બંને પિયરમાં છે. જે પણ હવે દીકરીને લઇ ફરી પાછી પતિ સાથે રહેવા આવી જશે. આજે તે ૩૫ વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, દીપક મોમાયા, ચાંદુભા ચૌહાણ, મનીષ મારાજ સહભાગી બન્યા હતા.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
