<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

મોરબીના રાજપર ગામમાં રમકડાની બેટરી ફાટતાં ૮ વર્ષના બાદલને હાથમાં ગંભીર ઇજા

મોઢા ઉપર પણ ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો

 

રાજકોટ તા. ૨૩: મોરબીના રાજપરા ગામે વાડીએ મજૂરી કરતાં એમપીના પરિવારના ૮ વર્ષના બાળકના હાથમાં કોઇ રમકડાની બેટરી ફાટતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ રાજપરા ગામે ધનજીભાઇ પટેલની વાડીમાં રહેતાં મધ્‍યપ્રદેશના ધાર જીલ્લાના વેરૂભાઇ ગામડનો દિકરો બાદલ (ઉ.વ.૮) સાંજે પાંચેક વાગ્‍યે વાડીએ રમતો હતો ત્‍યારે કોઇ રમકડાની કે બીજી નાની બેટરી તેના હાથમાં આવી હતી. આ બેટરીથી તે રમતો હતો ત્‍યારે અચાનક બેટરી ફાટતાં જમણા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી અને મોઢા પર પણ ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

બાદલ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને ધોરણ-૨માં અભ્‍યાસ કરે છે. તેના પિતાના કહેવા મુજબ પોતે દૂર ખેતરમાં કામ કરતાં હતાં. ખરેખર બેટરી કઇ હતી અને કેવી રીતે ફાટી તેની ખબર નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:12 AM IST)