<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

વાંકાનેરમાં શ્રી સદ્ગુરૃ આનંદ આશ્રમે કાલે પુ. હરીશરણદાસજી બાપુની જન્મ જયંતિ અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવાશે

મંગળા આરતી, કેશર સ્નાન, ભોગદર્શન, શ્રી રામધુન, પાદુકા પુજન, મહાપ્રસાદ સહીત અનેકવિધ કાર્યક્રમોની વણઝારઃ તૈયારીઓનો ધમધમાટ શરૃ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૩: વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલ શ્રી સદ્ગુરૃ આનંદ આશ્રમ ખાતે સદ્ગુરૃદેવશ્રી પુજય રણછોડદાસજીબાપુના સ્મૃતિ મંદિર ખાતા આગામી તા. ર૪ને મંગળવારના રોજ શ્રી શ્રી ૧૦૦૮ સદ્દગુરૃસ્વામીશ્રી પ. પુજય હરીચરણદાસજી બાપુની ૧૦૪મી જન્મ જયંતિ ભકિતભાવ સાથે અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવાશે.

આ દિવ્ય વેળાએ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પ. પુજયશ્રી જયરામદાસજી મહારાજના આશિર્વાદ સાથે ર૪ માર્ચના રોજ દિવસભર ભરચક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટી મંડળ તથા સદ્દગુરૃ શિષ્ય   સેવકો દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં સવારે મંગળા આરતી, કેશર સ્નાન, ભોગદર્શન બાદ સાંજે ૪-૩૦ કલાકથી વાંકાનેરનું પ્રખ્યાત અને નિઃશુલ્ક સેવા આપતું શ્રી શ્યામ ધુન મંડળના પંદરથી વધુ કલાકારોના કાફલા દ્વારા સંગીતના સથવારે શ્રી રામધુનની રમઝટ બોલાવશે સાથે-સાથે તમામ સદ્દગુરૃ શિષ્ય પરિવારો માટે પાદુકા પુજનનું સુંદર આયોજન કરાયું છે.

ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે દિપમાળા સાથે મહાઆરતી યોજાશે મહા આરતી બાદ તમામ ઉપસ્થિત સદ્દગુરૃ શિષ્ય પરિવારો, આમંત્રીત મહેમાનો, ભુદેવો તથા સેવકગણ માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે તો વાંકાનેર તથા તાલુકામાં વસતા સદ્દગુરૃ શિષ્ય પરિવારોને પ. પુજય સદ્દગુરૃદેવશ્રી હરીચરણદાસજી બાપુની ૧૦૩મી જન્મ જયંતિના પાવન દિને ઉપરોકત પાવન પ્રસંગોમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેવા તથા દર્શનનો લાભ તથા મહાપ્રસાદનો લાભ લેવા વાંકાનેર સદ્દગુરૃ આનંદ આશ્રમના ટ્રસ્ટી મંડળે આમંત્રણ સાથે યાદી આપતા જણાવેલ છે.

આ દિવ્ય અવસરે વાંકાનેરનું પ્રખ્યાત સંગીતમાલા ગ્રુપના નામાંકીત કલાકારો દ્વારા પુજય ગુરૃદેવના પ્યારા શ્રી હનુમાન ચાલીસાના પાઠ સંગીતના સથવારે રજુ કરાશે.

(11:34 AM IST)