હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલના રીબડા પાસે ગેરકાયદે ગેસનું રીફલીંગ કરતી એજન્સી ઉપર એસઓજીનો દરોડોઃ ૪ની ધરપકડ
૬૦૦ બાટલા, ટ્રક અને ફેરી વાહન સહિત ૧૬ લાખનો મુદામાલ કબ્જેઃ એજન્સીના માલીક અને ગોડાઉન માલીક સહિત ત્રણની શોધખોળ : ગેસના બાટલાના કાળાબજારના કારસ્તાનનો પદાર્ફાશઃ ૬૦૦ બાટલા સાથેનું ગોડાઉન સીઝ

તસ્વીરમાં પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) સાથે રૂરલ એસઓજીનો કાફો નજરે પડે છે.
રાજકોટ તા. ર૩ :.. ગોંડલના રીબડા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેસ એજન્સી ઉપર રૂરલ એસઓજીએ દરોડો પાડી ગેસના બાટલાના કાળાબજારના કારસ્તાનનો પદાર્ફાશ કરી ગેરકાયદે ગેસનું રીફીલીંગ કરતા ૪ શખ્સોને પકડી પાડી ૬૦૦ બાટલા સાથેનું ગોડાઉન સીઝ કરી કાર્યવાહી કરી હતી
રાજકોટ પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એલ.પી.જી. ગેસના સીલીન્ડર્સને સંબંધિત ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર નાબુદક રવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અન્વયે રૂરલ એસઓજીની ટીમે ગોંડલ તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં આવેલ રીબડા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ ઉમિયા ગેટ નં. ૪ અંદર સ્થિત સાંઇપ્રેમ ગેસ એજેન્સીમાં એલ.પી.જી. ગેસ સિલીન્ડરની કાળાબજારી કરતા તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે ફાયર સેફટી નોર્મ્સનું પાલન કર્યા વિના અનઅધિકૃત રીફિલિંગ કરતા જણાઇ આવતા અલગ-અલગ કંપનીના નાના-મોટા ભરેલા તથા ખાલી એલ.પી.જી. ગેસ સીલીન્ડર ૬૦૦ નંગ સહિત સમગ્ર ગોડાઉન સીઝ કરી કાયદેસરની કાર્યાવહી કરવામાં આવેલ છે.
રૂરલ એસઓજીએ ગેરકાયદેસર ગેસનું રીફીલીંગ કરતા પંકજ જેઠાભાઇ મકવાણા (મેનેજર) રાજકોટ મવડી પાળ રોડ, મીરાબાઇ ટાઉનશીપ, બ્લોક નં. ૧૦૬, લખમણ ચનાભાઇ ચાવડા, ગણેશનગર મફતીયાપરા શાપર (વેરાવળ), તા. રામભાઇ ચનાભાઇ ચાવડા, રીબડા ગામની સીમ, ઉમીયા ઇન્ડસ્ટ્રીઝ, સાંઇ પ્રેમ ગેસ એજનસી તથા રાકેશ અરવિંદભાઇ કુબાવત, ગુંદાસરા ગામની સીમ, હરસિધ્ધી પાર્ક, રીબડા રેલ્વે સ્ટેશન પાસેને ઝડપી લઇ ધરપકડ કરી હતી. જયારે બાબાભાઇ બગ્ગા (સંચાલક તથા માલિક) તા. લોધીકા મુળ-નોઇડા (યુપી) તથા નીલ શૈલેષ ઉર્ફે હસુમખભાઇ ભાલાણી (માલીક) રહે. મોરબી અને ગોડાઉન માલીક નિરવભાઇ ભરતભાઇ ભિમાણી રહે. માણાવદર સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ૬૦૦ બાટલા, ટ્રક અને કેરી વાહન સહિત ૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી રૂરલ એસઓજીના પો. ઇનસ. એફ.એ. પારગી, પો. સબ. ઇન્સ. જી.જે. ઝાલા, પો. સબ. ઇન્સ. પી.બી. મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી રૂપક બહાદુર હસ્તબહાદુર બોહરા, પો. હેડ કોન્સ. નૈમીષભાઇ મહેતા, પો. હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, અ. પો. કો. રણજીતભાઇ મેરામભાઇ ધાંધલ (બાતમી), ઓ.પો.ક ો. વિપુલભાઇ ગોહેલ (બાતમી) દ્વારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
