News of Monday, 23rd March 2026
રામનવમીથી માધવપુરનો પ દિ'નો મેળોઃ લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે
ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી યોજાતો માધવપુરનો ગામઠી મેળો અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નનો શ્રીમદ્ ભાગવતના દસમાં સ્કંદમાં ઉલ્લેખ : પાંચ દિવસનો માધવપુરનો લોકમેળો ચૈત્ર સુદ અગીયારસે રાત્રે પુરબહારમાં ખીલે છે : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની હૈયાની વાત સંઘરીને બેઠેલી ઐતિહાસિક માધવપુર નગરી : મણીપુર અને અરૂણાચલ પ્રદેશના લોકનૃત્યોની : શૈલીમાં શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્નપ્રસંગનું વર્ણન

પોરબંદર : સોરઠ ની સંસ્કળતિ, અને સમળદ્ધિ અને સાધુતા જ્યાં છલકે છે તેવી માધવપુર ન ગરી માં ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી થયું આયોજન. શ્રીમદ ભાગવતના દસમા સ્કધમાં ઉલ્લેખ છે. ભગવાન શ્રી કળષ્ણ અને રુક્મણીના લગ્નની વાત હૈયામાં સંઘરીને બેસેલી ઐતિહાસિક નગરીમા લાખો લોકો ઉમટશે.
ત્રણેતર અને શિવરાત્રી જેટલુંજ મહત્વ ધરાવતો માધવપુર નો રાષ્ટ્રીય લોક મેળો હવે ઢુકડો છે. અને તા ૨૭ માર્ચ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી પાંચ દિવસ સુધી યોજાનાર આ રાષ્ટ્રીય લોક મેળામાં ભગવાન શ્રી કળષ્ણ અને રુક્મણીના લગ્નની વાત હૈયા માં સઁગ્રહીને બેસેલીઐતિહાસિક નગરીમાં લાખો લોકો ઉમટશે.
શિક્ષણવિદ ડો એ. આર. ભરડા એ માધવપુરના આ રાષ્ટ્રીય લોક મેળા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ના સાગર કાંઠે પોરબંદર- માંગરોળ મધ્યે ઘેડ ના નાકુ એવા માધવપુરમાં પૌરાણિક અને ધાર્મિક તેમજ સાંસ્કળતિક દર દર વર્ષે ચૈત્ર સુદ ૯ થી ૧૩ સુધી સોરઠી ઢ ળ તો લોકમેળો ભરાય છે. પાંચ દિવસ માધ વપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે.
સુવિખ્યાત ભજનિક સ્વ. મોહનલાલ રાયા ણી એ ભજન માં ગાયું છે. કે,મારું રે મહિયરિયુ માધવપુર માં મથુરા નગરી માં, વેલડું જોડે તો મળવા જાય, શ્રીકૃષ્ણ-રુક્મણી ના લગ્નની વાત ને હજારો વર્ષ પછી હૈયામાં સંઘરી બેઠેલું માધવપુર (ઘેડ ) સૌરાષ્ટ્ર ના નૈઋત્ય છે. કોણમાં માંગરોળ થી વા યવ્યે ૧૮ માઈલ, કેશોદ સ્ટેશન થી ૨૬ માઈલ, અને પોરબંદર થી અગ્નિ ખૂણા માં માઈલ ના અંતરે આવેલું ઐતિહાસિક નગર છે. અહીં યુગ પુરુષ લોકજીવન ના આરાધ્ય દેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછી એ જેને હૈયા માં ધબકતા રહેલાં ભગવાન અરબી સમુદ્રના કાંઠે માનવતાના રૂપે મંદિરમાં બિરાજે છે.
રાજ્યના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવ રાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્વ વધારે છે. ઘેડમાં મુખ્ય ત્રણ નદી ઓ વહે છે. તેમાં ભાદર, ઓઝત, અને મધુવન્તિ આ ત્રણેય નું સંગમ સ્થાન માધ વપુર છે લોક રૂદય ના હૈ યે પણ ગવાય છે, ગંગા, યમુના, સરસ્વતી, ગોમતીએ ગોદન તેથી અધિક મધુવન્તિ જ્યાં પરણિયા શ્રી ભગવાન આ મેળા અંગે માધવપુરનો માંડવો જાદવ કૂળ, પરણે રાણી રુક્મણી શ્રી માધવરાય ભગવાન, કહેવત પણ ખૂબ પ્રચલિત છે.
તીર્થ ભૂમિ ગુજરાત પુસ્તકમાં લેખક જોગવીર ચૌધરી નોંધે છે કે,માધુપુર ઘેડ સૌરાષ્ટ્રના સાબરકાંઠે વળંદાવન છે માધવપુર ભારતીય નો માળો ભક્તોનો મેળો માધવપુર ભારતીય ધર્મ સાધકોનું સંગમ સ્થળ છે.સાધકો નો માળો અને ભક્તો નો મેળો માધવપુર છે. સ્કન્દ પુરાણના માધવપુર મહાત્મ્ય માં જે તીર્થોનો ઉલ્લેખ છે.ે એમાં કેટલાક અદ્રશ્ય થઈ ગયા છે છતાં બ્રહ્મકુંડ, ગદાવાવ, કર્દમકુન્દ, મેરાયા, વરાહકુંડ, ચોબારી, કપિલ ડેરી, અને સિદ્ધ તીર્થ સંગમ નારાયણ આદિના વર્ણનો મુજબ અસ્તિત્વ છે.
સાગરકાંઠા ની ઊંચાઈએ માધવરાયજીનું મંદિર છે. ત્યાંથી મધુવન ભણી જતા શ્રી રામદેવજી મહારાજ નૂતન મંદિર બંધાયેલું છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠકછે.વલભાચાર્ય મહાપ્રભુજીએ રુકમણીવનમાં આવેલ કદમકુંડ ઉપર શ્રીમદ્દ ભાગવત પારાયણ તેમજ વ્યાખ્યાન કર્યું હતું. જ્યાં પરંપરાથી એમની ભારત વર્ષ ની ૮૪ બેઠકો માં ની ૬૬ મી બેઠક અહીં સૂચવાઈરહી છે. મહાપ્રભુજીને બેઠક નજીક રુકમણી શ્રીકળષ્ણની લગ્ન માટેની ચોરી છે.માયરું છે. માધવપુર પુરાણ કાળ થી જ ઉત્તમ મેળાની ઉ લ્લા સ ભૂમિ છે.માધુપુર મેળાઓને ઉત્સવ ભૂમિ છે અહીં અનેક સામાજિક પ્રસંગોએ વિશાળ માનવ મેદની ઉમટતા અને લોકોના હૈયા ઉત્સવ ઘેલા બને છે ઉત્સવનો લોક મેળામાં ઘેલા બને છે.એટલા બધા આવું સૌ લોકમેળો એક બાજુ છે તો બીજી બાજુ રામાનુજ, જાદવ, રામાનંદ, સાગર કબીર આદિની સ્મળતિ જાળવી રાખવાના સ્થળો છે ગોરખનાથની ગુફા વિશે કહેવાયું છે.ત્યાં તેમણે સાધના -તપヘર્યા કરી હતી. બાજુમાં શ્રી નીલ કંઠ ષ્ટમહાદેવનું મંદિર છે ભગવાન લકુલીસ ની શૈ વ ઉપાસના ની વિશેષતા દર સાવતું એ શિલ્પ સચવાઈ રહ્યું છે. ઉપાસના વિશેષતા દર્શાવતું એક શિલ્પા સસલાઈ રહ્યું છે જાદવ વલ્લભી કે માંડીને સહજાનંદ ની પરંપરા ના અનેક સંતો, ભક્તો થી ભૂમિનું સેવન થયું છે
પોરબંદર જિલ્લામાં આવતા સાગર તટે માધવરાયના સાનિધ્યમાં યોજાતો માધવરાયનો મેળો આ મેળો દાયકાઓસુધી ભાગ લેતા રહેલા પંડિત કે. કાં. શાષાીએ કહ્યું છે કે, ઘેડ ની પ્રકળતિ અને સંસ્કળતિ અને સમળદ્ધ છે. મેળા વખતે અહીં ધરતી ગ્રામીણ યુવા યુવતીઓના ભાતીગળ સૌથી ઢંકાઈને વાસન્તિ બની જાય છે. સૌરાષ્ટ્ર દર્શન માં આપણા ઇતિહાસ વિદ શભુ પ્રસાદ દેસાઈ માધવપુર ઘેડ વિશે કહે છેકે, નાખો એટલું નીપજે ન કરીયે તેટલી ખેડ, નહિ nidvu નહિ ખોદવું ધબકે ગોરાભાતો ઘેડ છેલ ફરે ને છેતરે કાદવ ભાંગે કેડ ઘઉં, ચણા ને ગુંધરી (જુવાર ) ધરી ભરી દે ઘેડ , સમર કંદને સેરલા બીજા હરીના નામ પૂજ્યા હોય તો પામીએ શીલ સરીખા ગામ માધવપુર મેળામાં ભાટ, બારોટ ચારણ કવિઓ આવે લોક વાર્તા અને લોકગીતોની રજૂઆત થાય જુવાનિયાઓ સામ સામે દુહાની રમઝટ બોલાવે, શાખ પડે બેડોને શેરડી કાંઠાઘઉં કટક રેન્ટ ખ ટુ કે વાડીયે ભોય ધરા સરઠ વસ્તી જયા બહુ મહેર ની, નારી પાતાળ પેટ થી પથ્થર, વખણવામાં ભોય બરડો બેટ, માથે ભલો માળવો ઉનાળે ગુજરાત ચોમાસે સોરઠ ભલો બરડો બારે માસ.
ભૂતકાળમાં માધવપુર મેળાની કીર્તિ સાંભળી પ્રખર લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેર ચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, મેરૂભા ગઢવી , ભજનિક યશવંત ભટ્ટ જેવા મહાનુભાવો આવી ને આ તીર્થ ભૂમિ ને બિરદાવી છે સ્વ. ઝવેરચંદ મેઘાણી એ સાચું કહ્યું છે કે માધવ પુરનો મેળો એટલે સોરઠી મેળો અહીં મેળામાં ભાતીગળ વષાા અલન્કાર પહેરીને મેળા માં ફરતી ગાતી અને રાસડે રમતી મેરાણીઓ, રબારણો, કોળણ, આયરાણીઓ અને ખારવર ણો, સૌરાષ્ટ્રની સંસ્કળતિનું સાચું દર્શન કરાવે છે.
આ ઘેડ પંથકના ભાતીગળ મેળામાં ભજનો ગાવામાં લોક સાહિત્ય કારો પોતાનું સૌ ભાગ્ય માને છે.સૌરાષ્ટ્ર માંથી ભજનિકો, લોક કલાકારો બારોટ ચારણ ગઢવી ઓ ગાયકો પોતાની સાંજ સાંજિંદા સાથે ભજનો ની રમઝટ બોલાવે છે. જગતના દુઃખો ભૂલી તમામ વર્ગના લોકો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આનંદ ઉલ્લાસ ભક્તિ ભોજન અને પૂજામાં લઈને થઈ જાય છે આ મેળામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ સતત પાંચ દિવસ સુધી ભાવિકોને ભોજન આવાસની વિનામૂલ્ય સગવડ સુવિધા આપવામાં આવે છે. અહીં મેળામાં ભારતીય વષાો ખુલ્લા ચો રણા માં સફેદ પાઘડી પરિધાન કરી મૂ છે વળ ચડાવી વાંકલડી પાઘડી માથે વેંત એ રેટ એકનું છોગું ફરકાવતા જવામર્દ મેર. કોળી. રબારી.આહીર. યુવાનો અનોખી ભાત પાડતા જોવા મળે છે
આ લોકમેળાનો પ્રારંભ ચૈત્ર સુદ નોમથીસુદ તેરસ સુધી સતત પાંચ દિવસ ઉજવાય છે ભગવાન શ્રીરામના પ્રાગટય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપ આરોપણ થાય છે. ભગવાન માધવરાયજી ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકા નો પ્રારંભ રાત્રીના નવ કલાકે થાય છે
ચૈત્રસુદ દસમ તથા અગિયારસના દિવસે બીજું અને ત્રીજું નીકળે છે ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે જેમાં માધવપુર(ઘેડ )ની નજીકના કડછ ગામના કડ છા મેર ધર્મના ઝન્ડા સાથે શણ ગરેલા હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈ રુકમણીનું મામેરુ લઈને આવે છે ત્યારે જ ભર મેળો ગણાય છે
મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રુકમણીના માવતર પક્ષની જગ્યારુક્મણિ મઠ (અત્યારે ગુજરાત સરકાર દ્વારા ભવ્ય રુક્મણી મંદિરનું નિર્માણકરવામાં આવેલ છે તે જોઈ આનંદની અનુભૂતિ થાય છેઆ મંદિર ખાતે બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રીકળષ્ણનું સામૈયું કરવામાં આવે છે ત્યારબાદ સાંજના ચાર કલાકે નિજ મંદિરેથી ભગવાન શ્રીકળષ્ણ જાનનું પ્રયાણ થાય છે શ્રીકળષ્ણ વરરાજાબને છે. રૂપેણ વનમાં(હાલમાં મધુવન કહેવાય છે )જાનુ આગમન થાય છે વેવાઈઓ દ્વારા જાનનું ભવ્ય અને દિવ્ય સ્વાગત થાય છે.
હિન્દુ સમાજમાં થતી લગ્ન વિધિ મુજબ કન્યાદાન દેવાય છે. મંગળફેરા ફરે છે. શાષાોક વિધિ અને વેદોકમાંત્રોચ્ચર સાથે શિક્ષણ શ્રીકળષ્ણ રૂપમણી સાથે અગ્નિની સાક્ષીએ.લગ્નગ્રંથિથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ આખી રાત રૂપેણ વનમાં ( મધુવનમાં )રોકાય છે લગ્નગ્રંથિ પૂર્ણ થયા બાદ ટચૈત્ર સુદ તેરસના દિવસે સવારે કરુણ વિદાય પ્રસંગ આવે છે શ્રીકળષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નિજ મંદિરમાં પધારે છે તે સાથે માધુપુર મેળાની પૂર્ણાહુતિ થાય છે.
માધવપુરનો મેળો રામ નવમી થી શરૂ થાય પણ અગિયારસને રાત્રે પૂરબહાર ખીલે છે. અને ભર મેળો બને છે. વર્તમાન યુગમાં મોટરસાયકલો, બસો, ટ્રેક્ટરો, ખટારાઓ જેવા વાહનો આવ્યા તે પહેલા ખેતી કરનારી તમામ કોમ ના લોકો ગાડા જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણવા અને શ્રીકળષ્ણને પરણાવવા ૧૫૦ -૨૦૦ ગાડા જોડીને ત્રણ ત્રણ દિવસ ભાતા( જમવાનું) પોતાને લઈને મેળામાં આવતા ગામના પાદરેથી લઈને સીમાડા સુધી રાવટીઓ નખાતી જુના કાળે મેળામાં મનોરંજન કરનાર વાદીઓ,મદારીઓ ભવાયા આવતા અને ગાડાની સાથે લોકો પોતાના પાણીદાર શણગારેલા ઊંટ અશ્વ ઓને હું તો ને લઈને પણ મેળામાં ઉમટી પડતા અહીં મેદાનમાં ઊંટ અને અશ્વ ની હરીફાઈ થતી જાનવરોના પાણી મપાતા જોરવસિંહ જાદવ સૌરાષ્ટ્રનું સંસ્કળતિ દર્શન પુસ્તકમાં માધવપુર (ઘેડ )નો લોકમેળો એ શિર્ષક તળે શ્રીકળષ્ણ રુકમણીના લગ્નની તલ શ્પર્શી વાતો આલેખી છે.
શ્રી કળષ્ણ રૂક્ષ્મણી વિવાહ મેળો રાષ્ટ્રીય સ્તરે લઈ જવાયો છે.રુકમણી અરુણાચલ પ્રદેશના હોવાથી ગુજરાત અને અરુણાચલ પ્રદેશની જોડીને ખાસ સા સ્કળતિક કાર્યક્રમમાં લોક મેળાઓ યોજવામાં આવે છે ગુજરાત રાજસ્થાન ઓરિસ્સાના કલાકારો સાંસ્કળતિક કાર્યક્રમ પ્રસ્તુત કરે છે
અરુણાચ લ પ્રદેશની ભીષ્મી આદિજાતિ મૂળ રાજા ભીષ્મક્ સુધી વિસ્તરેલી હોવાનું મનાય છે. દિભાંગ ખીણ જિલ્લામાં રોલિંગ પાસે આવેલા ભીસ્મક નગરનો ઉલ્લેખ કલકી પુરાણમાં પણ જોવા મળે છે પૂર્વ થી ચાલી આવતી પરંપરા ભીષ્મી મુખોપમુખ અને લોકશૈલીમાં આદિજાતિના લોકો ભીષ્મક અને રુકમણીના વંશજો હોવાનું જે વિસ્તારના કથ્થાનકોમાં આલેખાય છે રોગ શૈલીમાં ગવાતા અને ભજવાતા લોકગીત અને લોક મળત્યુમાં પણ શ્રીકળષ્ણને રૂક મણીનો ઉલ્લેખ જોવા મળે છે આજે પણ આસામના કલાકારોમાં કાજુલી ટાપુ માંથી મળેલી પૌરાણિક ચિત્રમય હસ્ત તો સાથે તેમના લોક નાટક રૂક મણી હરણની ભજવા તી રહે છે. મણીપુર ને લગતા ગીતો પ્રચલિતછે
આવી જ રીતે મણીપુર અને અરુણાચલની ઇન્દુ ભીષમી આદિજાતિના લોક નળત્ય માં પણ શ્રીકળષ્ણ રુકમણી ની કથાનું આલેખન જોવા મળે છે.ભારતના બે પ્રદેશો પヘુિમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યમાં મુખ્યત્વેઅરુણાચલ પ્રદેશ વચ્ચેના અનુબંધી થકી આ માધવપુર ઘેડ ના લોકમેળો રાષ્ટ્રીય સ્તરે બની ભારતના સાંસ્કળતિક એકતા નું દર્શન કરાવે છે. પૌરાણિક ગ્રંથોમાં જોઈએ તો મહાભારતના સલ્ય પર્વ માં( ૧૩ -૫૨)માં પણ માધવ તીર્થ ઉલ્લેખ જોવા મળે છે ૧૦ થી ૧૪ મી સદી સુધી લખાય સ્કન્દ પુરાણ માં પ્રભાસ ક્ષેત્ર માધ વપુર ઉલ્લેખ છે.
આમ જોઈએ તો આ વર્ષ માધવપુરના મેળો સંખ્યા ની દ્રષ્ટિ એ ૫૨૨૯ મોં લોક મેળો છે.
શ્રીમદ ભાગવતમાંદસમાકન્ધ માં પણ માધુપુર નો ઉલ્લેખ જોવા મળે છે મહારાજા ભીષ્મક વિદર્ભના અધિપતિ હતા. તેમના પાંચ પુત્રો અને એક સુંદર કન્યા હતી.તે કન્યાનું નામ રુકમણી હતું રુકમણી એ ભગવાન શ્રીકળષ્ણની સુંદરતા શૌર્ય,પરાક્રમ અને વૈભવની પ્રશંસા સાંભળી મનોમન તેમને વર વાનું નક્કી કર્યું પરંતુ રુકમણીનો સૌથી મોટો ભાઈ શ્રીકળષ્ણનો અત્યંત દ્વેષી હતો. તે શિશુપાલ સાથે બહેન રૂક મણીનો વિવાહ ઈચ્છતો હતો. જ્યારે રુકમણીને આ અંગે માલુમ થયું ત્યારે તેઓએ સુદેવ નામના બ્રાહ્મણ સાથે શ્રીકળષ્ણને સંદેશો મોકલાવ્યો આ લેખિત સંદેશના શ્રીકળષ્ણને વરી ચુકેલી રુકમણીને પોતાના સર્વસ્વ શ્રીકળષ્ણ સમર્પિત હોવાનું જણાવ્યું હતું. શ્રીકળષ્ણ વિદર્ભના કુંદનપુર (કોડિય પૂર )જઈને રુકમણીનું હરણ કર્યું. અને માધુપુર આવીને શ્રીકળષ્ણ રુકમણી ના ગાંધવ પ્રથાથી મધુવનમાં લગ્ન થયા તે રીતે માધવપુરનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત દશમા સ્કંદમાં છે
ભગવાન શ્રીકળષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમસ્તા ભૂલ્યા નહોતા પડ્યા સોરઠની પ્રજાના નિર્મળ હૃદયના પારદર્શક પ્રેમ અને ભક્તિભાવ ભાળી જાણી જોઈને ભૂલા પડ્યા હતા અને રુકમણીને સાથે લગ્ન કરીને સોરઠની ધરા ધન્ય બનાવી હતી આપણા સુપ્રસિધ્ધ કવિ રમેશ પારેખે કહ્યું છે. આ મન પાચમમાં મેળામાં સૌ જાત જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે આમ ભાતીગળ મેળામાં દિવ્ય પે્રમ અને અલૌકિક સ્મળતિનો નો આનંદ ઉલ્લાસ લઈને પોત પોતાના વતનને વાટે વળે છે તેમ પોરબંદરના કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ એ જણાવ્યું હતું
પરેશ પારેખ
પોરબંદર
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
