News of Monday, 23rd March 2026
જૂનાગઢમાં ફર્ન લિયો રિસોર્ટના મહેમાન બન્યા બોલિવૂડ સ્ટાર જ્હોન અબ્રાહમ
વિપુલ કોટેચાએ આંતરરાષ્ટ્રીય સ્તરની મહેમાનગતિ સાથે ભવ્ય સ્વાગત કર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: ગિરનારની ગોદમાં વસેલું ઐતિહાસિક અને પ્રાકળતિક સૌંદર્ય ધરાવતું જૂનાગઢ શહેર ફરી એકવાર બોલિવૂડના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકપ્રિય એક્શન સ્ટાર જ્હોન અબ્રાહમ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે જૂનાગઢમાં યુવા બિઝનેસમેન વિપુલભાઈ કોટેચાના ફર્ન લિયો રિસોર્ટના મહેમાન બન્યા છે.
રવિવારે શહેરમાં તેમના આગમન સાથે જ સ્થાનિક ચાહકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે.
જ્હોન અબ્રાહમ શહેરના પ્રખ્યાત ધ ફર્ન લિયો રિસોર્ટ ખાતે રોકાયા છે, જ્યાં તેમનું વિપુલભાઈ કોટેચા વગેરે દ્વારા પરંપરાગત અને આંતરરાષ્ટ્રીય સ્તરની મહેમાનગતિ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાલમાં જ્હોન અબ્રાહમ રિસોર્ટ ખાતેથી જ શૂટિંગના શિડ્યુલ અને લોકેશનની તૈયારીઓ કરી રહ્યા છે.
જૂનાગઢના ઐતિહાસિક સ્થળો અને ગિરનારનો નજારો બોલિવૂડ નિર્દેશકો માટે હંમેશા પસંદગીનું સ્થળ રહ્યું છે. જ્હોન અબ્રાહમ જેવા મોટા સ્ટારના આગમનથી સ્થાનિક પર્યટન અને રોજગારીને પણ વેગ મળવાની આશા છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
