News of Monday, 23rd March 2026
ગોંડલમાં રાજકોટ જિલ્લા ભાજપની બેઠક : રત્નાકરજી, બોખીરિયા, ભરત આર્ય માર્ગદર્શક

રાજકોટઃ જિલ્લા ભાજપના મુખ્ય પદાધિકારીઓ અને તાલુકા પ્રભારીઓ તેમજ ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠકમાં ગોંડલમાં મળેલ જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા,રવિભાઇ માકડીયા તેમજ જિલ્લાની ટીમના સભ્યો હાજર રહેલ. ચૂટણી સંગઠન ઇન્ચાર્જ પૂર્વમંત્રી બાબુભાઇ બોખીરીયા,રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઇ આર્ય, રાજકોટ જિલ્લા ચૂંટણી સમિતિના સંયોજક ભુપતભાઇ બોદર, પ્રફુલભાઇ ટોળિયા તથા રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી શૈલેષ અજાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઇ ઢોલરીયા તેમજ સાથીદારો ઉપસ્થિત રહયા હતા શ્રી રત્નાકરજી, શ્રી બોખીરિયા, શ્રી ભરતભાઇ આર્ય વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું .
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
