<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

વિસાવદરમાં રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા : ખેડૂત સભા યોજાઇ

ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના ગઢમાં રાજુ કરપડાના શકિત પ્રદર્શન:દેવમુક્તિ,સિંચાઇનું પાણી અને એમએસપી અને સ્વામીનાથન આયોગ જેવા મુખ્ય ત્રણ સંકલ્પ લેવાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના વિધાનસભા મતક્ષેત્ર વિસાવદર ખાતે ખેડૂત નેતા રાજુ કરપડાની "ખેડૂત સંકલ્પ યાત્રા" વિશાળ કાફલા સાથે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતુ.
ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના ગઢમાં રાજુ કરપડાના શકિત પ્રદર્શન જેવો માહોલ સર્જાયો હતો.
રાજુ કરપડાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હું "આપ"માં મરદ મુછાળો હતો અને પાર્ટી છોડ્યાની ૨૦મી મિનિટે ડરપોક-ગદ્દાર થયો?'..પણ મેરી માં મેરે સાથ હૈ' અને હજારો ખેડૂતો મારી સાથે છે...જેના માટે કામ કર્યું, એ જ પાર્ટીએ મને સૌથી વધુ ગાળો આપી' , હાલ ભેસાણ, વિસાવદર અને જૂનાગઢના ખેડૂતોને હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં તેનાથી વાંધો નથી, પરંતુ વિસાવદરના ધારાસભ્યને વાંધો છે, તેમને ઉપાધિ થઈ ગઈ છે..!! 'મારું સીધું ગણિત છે કે મારે ધારાસભ્ય ક્યારેય બનવું નથી.. કરપડાએ"વેદનાની ડાયરી"નો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો કે, જે લોકોએ ખેડૂતોની વેદનાની ડાયરી લખી તે હવે અભેરાઈએ ચડાવી દીધી છે..!! પંજાબમાં લડી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કેમ થાય છે?' ગાંધીનગરમાં જઈ ફોટા પડાવવાથી ખેડૂતોનું ભલું થવાનું નથી.. કરપડાએ મુખ્ય ત્રણ સંકલ્પ જાહેર કર્યા હતા. (૧) દેવામુક્તિ: ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા અને દેવું માફ કરાવવું. (૨) સિંચાઈ: દરેક ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું. (૩) એમએસપી અને સ્વામીનાથન આયોગ: ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળે તે માટે એમએસપીનો કાયદો બનાવવો અને જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી ઉત્પાદિત તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવી તે મુખ્ય ત્રણ સંકલ્પ છે.

(8:19 PM IST)