<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી

જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સંદીપ કાલરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને માળીયા તાલુકા પંચાયત ચૂંટણી માટે માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાયેલ હતી તેમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો તેમના કાર્યકરો અને આગેવાનો સાથે હાજર રહ્યા હતા અને સેન્સ આપી હતી અને માળીયા તાલુકા પંચાયતમાં ઉમેદવારી માટે 40 અને જીલ્લા પંચાયતની માળીયા તાલુકાની બેઠક માટે ચુંટણી લડવા માટે 12 ઉમેદવારોએ પોતાની સેન્સ આપી હતી. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સંદીપ કાલરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

(1:06 AM IST)