News of Tuesday, 24th March 2026
ડિજિટલ ટેકનોલોજીના યુગમાં સંશોધનમાં AI ટૂલ્સનો વધતો પ્રભાવ
કચ્છ યુનિવર્સિટી દ્વારા AI અંગે રાજ્યસ્તરીય સેમિનાર યોજાયો : આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની કચ્છ જીલ્લામાં કઈ તકો રહેલ છે તેનો દિશાનિર્દેશ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા “Use of AI Tools in Research” વિષય પર રાજ્યસ્તરીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારને Knowledge Consortium of Gujarat (KCG), ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.
અધ્યક્ષ સ્થાને થી યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ સાહેબે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ના ઉપયોગ વિષે સાવધ રહેવાની સલાહ આપી હતી. કાર્યક્રમ આશીર્વચન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ના વધતા પ્રભાવ માં કચ્છ જીલ્લામાં કઈ તકો રહેલ છે તેનો દિશાનિર્દેશ કરેલ. કચ્છ યુનિવર્સીટી ના કુલસચિવ શ્રી એ કાર્યક્રમ ને બિરદાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે શ્રી દીપક વોરા (CEO, iOSys Pvt. Ltd., ગાંધીધામ) દ્વારા સંશોધનમાં AI ટૂલ્સના વ્યાવહારિક ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ વિશેષ નિષ્ણાત ડો. ક્ષિતિજ યુ. શુક્લા (આણદ કૃષિ યુનિવર્સિટી) દ્વારા આધુનિક સંશોધન પદ્ધતિઓમાં AI ના પ્રયોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સંશોધકો, પી.એચ.ડી. વિદ્યાર્થીઓ તથા વિવિધ વિજ્ઞાન શાખાના ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ChatGPT, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને AI આધારિત સંશોધન સાધનો અંગે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું ના કો-ઓર્ડીનેટર તરીકે કમ્પ્યુટર સાયન્સ વિભાગ ના વડા ડૉ. મહેશ મુલાણી રહ્યા હતા તેમજ વિભાગ ના સભ્યો મનીષ દાસોટીયા, જય જોશી, દ્રષ્ટિ ગોસ્વામી, પાર્થ ઠક્કર, ખ્યાતી રાઠોડ, સીમરન શર્મા તેમજ ભવન ના વિદ્યાર્થી ઓ સહયોગી રહ્યા હતા. સેમિનાર દ્વારા ભાગ લેનારાઓને આધુનિક સંશોધન ક્ષેત્રમાં AI ના ઉપયોગ અંગે નવી દૃષ્ટિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
