News of Tuesday, 24th March 2026
પડધરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે લાયક, લોકપ્રિય, લડાયક ઉમેદવાર શોધવા જરૂરી
સ્થાનિક સમસ્યાઓને પ્રાથમિકતા આપે, લોકો સાથે સતત સંપર્કમાં રહે, સોૈના સાથ સહકારથી વિકાસકાર્યો વેગવંતા રાખે તે જરૂરી નબળી નાગરીક સુવિધા સુધારવી જરૂરી, ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ કનેકટીવીટી, રસ્તા, પાણી, ગટર જેવી ‘‘ત્યાંને ત્યાંજ'' રહેલી સ્થિતી સુધારવી આવશ્યક

પડધરી તા. ર૪ :.. લોકશાહીમાં સ્થાનિક સ્વરાજનું ખૂબ મહત્વ છે, હાલ જયારે કેટલાક વૈશ્વિક સમસ્યાઓ વચ્ે આપણે ખુબ ટૂંકા સમય ગાળામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં દરેક પક્ષે આજના પરિપેક્ષ્યમાં જ્ઞાતિ જાતિના વાડાઓથી પરે રહી છેવાડાના જરૂરીયાત વાળા લોકો મુળ પહોંચી શકે તેવા નીડર, લોકહિત ધરાવનાર, વિકાસની ગંભ વધારનાર, લડાયક અને વ્યવહાર, વિચારધારા વાળા યોગ્ય ઉમેદવારો શોધવા તે આજના સમયની અનિવાર્ય જરૂરીયાત બની રહી છે. હાલ સમગ્ર વિશ્વ જયારે ખૂબ કટોકરી અને તનાવપૂર્ણ વાતાવરણમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે વિકાસ વિશ્વાસ અને વિશ્વ સાથે આપણા વિસ્તારને સક્ષમ બનાવે તેવા દિર્ઘદુશ્યતા ઉમેદવારોની જરૂર છે. જે સ્થાનિક સમસ્યાઓને પ્રાથમિકતા આપે અને લોકો સાથે સતત સંપર્કમાં રહી સતત લોક કલ્યાણ અને સૌના સહકાર સાથે મૌનો અવિરત વિકાસ કરવા તત્પર હોય, ખાસ કરીને હાલ જયારે નવલોહીયા મતદારો ખૂબ મોટી સંખ્યામાં વધ્યા છે ત્યારે આજના એઆઇ ટેકનોલોજીના આ સમયમાં ઉમેદવાર પાસે લોકોની સુખાકારીની સાથે સાથે વૈશ્વિક પડકારો માટે સત્તા, તંત્ર સાથે યોગ્ય સુયોજય સાધી (તાલમેલ) સાથે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકવાની નૈતિ જવાબદારી પણ બની રહે છે, આ માટે દરેક પક્ષે પણ ઉમેદવાર પસંદ કરતી વખતે લોક મિજાજને પારખી ધ્યાન આપવું પડશે, કેમ કે કેટલાક સ્થાનિક પડકારો કોઇપણ પક્ષની ગણતરીઓ કે પરિસ્થિતિને બદલાવી શકે છે, એટલે આ વખતે દરેક પક્ષે પણ કંઇ કાચું કપાય ના જાય કે ગાફેલયતમાં રહી ના જવાય તે જોવું ખૂબ જરૂરી બન્યું છે,
પડધરી તાલુકા અને રાજકોટ જીલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકપ્રિય ઉેમેદવાર પસંદ કરવા માટે મુખ્ય પડકારો જોઇએ તો કેટલીક ઉપલબ્ધ પરંતુ નબળી નાગરિક સુવિધાઓ, જેવી કે સરકારી હોસ્પિટલ, સરકારી બસોની દરેક ગામમાં કનેકીટવિટી, કેટલાક ગામાોં પાણી-ગટર, રોડ રસ્તાની યોગ્ય વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ આટલા વર્ષો બાદ પણ ‘ત્યાં ના ત્યાં જ' જેવી સ્થિતિમાં છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ચૂંટાયા બાદ સામાન્ય જનતા સાથે સંવાદની અભાવ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પછી લોકો સાથે સંપર્કમાં રહેતા નથી. જેના કારણે અસંતોષ વધેલ જોવા મળ્યો છે, આ મુદાઓને ઉકેલવા માટે એવા ઉમેદવારની જરૂર છે. જે સ્થાનિક સમસ્યાઓને પ્રાથમિકતા આપે અને લોકો સાથે સતત સંપર્કમાં રહે, સતત સંવાદ કરે, વખતો વખત તેમની સમસ્યાઓ જાણે અને ચૂંટણી પછી પણ લોકો સાથે નિયતિ બેઠક, સમયાંતરે જાહેર જનસંપર્ક કાર્યક્રમો કરે, વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારી મુકત વર્તન દાખવી નાણાકીય અને માહિતી બાબતે સ્પષ્ટ અને પારદર્શક બની રહે.
લોકો ઇચ્છી રહ્યા છે કે દરેક પક્ષ જ્ઞાતિ જાતિથી પર રહી લાયક યુવાનો અને મહિલાઓને પણ તક આપે જેથી સમાન ભાગીદારી સાથે સ્થાનિક સ્તરે નવી પેઢી અને મહિલાઓને પ્રતિનિધિત્વ મળી રહે અને સમાનતા જળવાય રહે.
પ્રતિનિધિઓ સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ સાથે તાલુકાની પરંપરા, દરેક સામજ અને વિવિધ જાતિ-સમુદારીને સાથે રાખવાની ક્ષમતા સાથે રાષ્ટ્ર પ્રેમી હોવા જોઇએ જેથી ઉમેદવાર લોકો સાથે સતત જોડાયેલ રહેશે. મજબૂત સંગઠન થકી સૌને સાથે લઇને ચાલશે અને વિકાસ કાર્યોને વેગ આપી નાગરિક સુવિધાઓમાં સુધારી લાવશે તે લોકપ્રિયતા પણ મેળવી શકશે, લોકો ઇચ્છી રહ્યા છે કે, તેમના પ્રતિનિધી ઉત્સાહી, ભણેલ ગણેલ અને સ્થાનિક સમસ્યાઓની સજ ધરાવતા હોય જેથી આ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા બાદ ગ્રામ્ય સ્તરે મજબૂત આધાર બની રહે અને સ્માર્ટ સિટી સાથે તાલ મેળવવા ‘આત્મા ગામડાની સુવિધા શહેરની' જેવા પ્રકલ્યો પોતાના ગામ - વિસ્તારમાં અમલીકરણ માટે યોગ્ય કુનેહ અને આગવી સુજબુજ વાળા ઉેમદવારો જ આગામી સમયમાં ચાલશે તેવું લોક મિજાજ પરથી લાગી રહ્યું છે.
પડધરી તાલુકા માટે એવા ઉમેદવારની પસંદગી જરૂરી છે જે વિકાસ કાર્યોમાં પારદર્શિતા લાવે, લોકો સાથે સતત સંવાદ રાખે અને પીવાના શુધ્ધ પાણી, ગટર, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઇ, (સ્વચ્છતા) જેવી મુળભૂત જરૂરીયાતોને પ્રાથમિકતા આપી આજના સમયની માંગ મુજબ સમજણ સાથે કાગીરી કરવાની વિચારધારા સાથે સક્ષમ અને ખરા અર્થમાં તેમના પ્રતિનિધિ બની રહે.

(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
