<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજ્‍યના મોટા શહેરોમાં પેટ્રોલ ખુટયાની અફવા કચ્‍છ સુધી પહોંચી અને લોકોની ભીડ પેટ્રોલ માટે ઉમટી

શહેર, ગામ અને હાઈવેના પંપ ઉપર લાંબી લાંબી લાઈનો, સ્‍થાનિક ટ્રાન્‍સપોર્ટરો દ્વારા ૨૦ ટકા ભાડા વધારાની જાહેરાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, રાજ્‍ય તેમ જ જિલ્લાના પેટ્રોલ પંપ એસોસિએશનની પુરતા જથ્‍થા અંગેની જાહેરાત, મીડિયાની અપીલ પછી પણ સમગ્ર કચ્‍છ જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે, આ લાંબી લાઈનો પાછળ રાજ્‍યના મોટા શહેરોના પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્‍થો ખૂટયો હોવાની અફવા જવાબદાર હતી.  કેટલાક સમાચાર માધ્‍યમોમાં મોટા શહેરોમાં અમુક મોટી કંપનીઓના પેટ્રોલ પંપ ઉપર કયાંક કયાંક પેટ્રોલ ડીઝલનો જથ્‍થો ખૂટયો હોવાના સમાચાર વહેતા થયા હતા. બસ એ પછી જાણે અફવાને પાંખ આવી અને લોકો વાહનો સાથે પેટ્રોલ પંપ ઉપર ઉમટી પડ્‍યા ઘણી જગ્‍યાએ પોલીસ પણ બોલાવવી પડી. જોકે, વારંવાર સરકાર દ્વારા, એસોશિએશન દ્વારા તેમ જ મીડિયા દ્વારા પેનિક ન વર્તવાની તેમ જ પેટ્રોલ ડીઝલ નો પૂરતો જથ્‍થો હોવાની જાહેરાત, અપીલ કરાતી રહી.

(10:57 AM IST)