News of Tuesday, 24th March 2026
ભાવનગરમાં ફાયરિંગના બનાવમાં છ શખ્સોનું રીકન્ટ્રક્શનઃ લોકોના ટોળા ઉમટયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૪: નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા ૬ આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં પહોંચતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ગત તા.૨૨ માર્ચના ગ્રીન કોમ્પ્લેક્ષમાંમાં રહેતા જાહિદ લોંડીયા પર બે રાઉન્ડ રિવોલ્વરથી ફાયર થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જે મામલે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં ૮ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં નિલમબાગ પોલીસે ૬ આરોપીઓ ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સો હજી ઝડપાયા નથી.
આજે ઝડપાયેલા તમામ ૬ શખ્સોને મસમોટા પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા તેમજ ફાયરિંગની ઘટના અંગે રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
