<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

વાંકાનેરના વઘાસીયામાં ત્રીજા માળેથી પટકાતાં ઉજ્જૈનના યુવાન સંદિપનું મોત

૨૨ વર્ષનો યુવાન ટાઇલ્‍સની કંપનીમાં કામ કરી ક્‍વાર્ટરમાં રહેતો હતોઃ સાંજે બનાવઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૪: વાંકાનેરના વઘાસીયા ગામ પાસે આવેલી ટાઇલ્‍સની કંપનીમાં કામ કરતો અને ત્‍યાંના ક્‍વાર્ટરમાં રહેતો મુળ મધ્‍યપ્રદેશ ઉજ્જૈનનો સંદિપ (ઉ.વ.૨૨) નામનો યુવાન સાંજે ક્‍વાર્ટરમાં ત્રીજા માળે હતો ત્‍યારે અકસ્‍માતે પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ સંદિપ સાંજે કંપનીમાં કામ પુરુ કર્યા બાદ ક્‍વાર્ટરમાં આવ્‍યો હતો. અહિ તે ત્રીજા માળે રહેતો હતો. સાંજે બીજા રૂમ પાર્ટનર રૂમમાં હતાં ત્‍યારે તે ગેલેરીમાં ઉભો હતો તે વખતે એકાએક પડી જતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.  મૃતક દુરેજા ગ્રેનાઇટ નામની કંપનીમાં કામ કરતો હોવાનું તેની સાથેના મજૂરોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

(11:33 AM IST)