<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગોંડલમાં મકાન ખાલી કરવા ધમકી આપનાર બિટુ જાડેજા સહિત બે સામે વધુ એક ગુન્‍હો નોંધાયો

મકાન પોતે ખરીદયું છે તેમ કહી ખાલી કરવા વૃધ્‍ધને ધમકી આપતો'તો

રાજકોટ, તા., ૨૪ : ગોંડલમાં બે દુકાનો બાદ મકાન ખાલી કરવા ધમકી આપનાર બિટુ જાડેજા સહિત બે સામે વધુ એક પોલીસ ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ યાહયાભાઇ ઓસમાણભાઇ નુરસુમાર ઉ.વ.૬પ ધંધો રબ્‍બર સ્‍ટેમ્‍પ બનાવવનો રહે. ગોંડલ એમ.બી.આર્ટસ કોલેજ સામે ભુવનેશ્વરી મંદીર આગળ મેઇન રોડએ આરોપી (૧) બીટુ ઉર્ફે ભુર્ગરાજસિંહ રઘુરાજસિંહ જાડેજા રહે. સ્‍ટેશન પ્‍લોટ ગોંડલ વાળા તથા (ર) ઇમરાન જીકભાઇ નુરસુમાર રહે. દેવપરા ચોક ગોંડલ સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી હાલમાં જયા રહે છે તે વડીલો પાર્જીત મિલ્‍કત આરોપી નં. ૧ એ પોતે ખરીદ કરેી લીધેલ છે તેમ કહીને આ મિલ્‍કત ખાલી કરાવી કબજો સોંપી દેવા સારૂ છેલ્લા ચારેક વર્ષથી અવાર નવાર ધાકધમકી આપતા હોય અને આશરે  બે મહિના પહેલા ફરીયાદીના ઘરે બપોરના સમયે બન્ને આરોપીઓએ એક સંપ કરી ઘરમાં પ્રવેશ કરી આરોપી નં. ૧ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી મિલ્‍કત પોતે ખરીદી લીધેલ હોવાથી ખાલી કરી નાખવા કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો આપી ફરીયાદીની મિલ્‍કત મકાન બળજબરીથી પચાવી પાડવાના ઇરાદે ડરાવી ધમકાવી બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.આ ફરીયાદ અન્‍વયે ગોંડલ પોલીસે ઉકત બન્ને સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(11:48 AM IST)