<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

વાવાઝોડાના કારણે નૂકસાન વળતર પેકેજ જાહેર કરવાની માંગ સાથે અગરિયાઓના ગાંધીનગરમાં ધામા

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૯મી માર્ચના રોજ વાવાઝોડા અને વરસાદના કારણે ખારાઘોડા નિમકનગર કુડા સહિતના રણમાં મીઠું પકવતા અગરિયાઓને વ્‍યાપક નુકસાન થયું હતું અને તેમની સોલાર પ્‍લેટ તૂટી ગઈ હતી ઘરવખરીનો સામાન પણ વેર વિખેર થઈ ગયો હતો અને ઝુંપડા પણ તૂટી પડ્‍યા હતા અને વ્‍યાપક નુકસાન થયું હતું ત્‍યારે અંદાજિત ૫૦૦૦ જેટલા અગરિયાઓ સુરેન્‍દ્રનગરના રણમાં વસવાટ કરી અને મીઠું પકવી રહ્યા છે ત્‍યારે નુકસાન થયું હોવા મુદ્દે વળતર અંગેની માંગ સરકાર સમક્ષ અને સ્‍થાનિક આગેવાનો સમક્ષ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને સ્‍થાનિક ધારાસભ્‍ય પીકે પરમાર સહિતના આગેવાનોને રજૂઆત કરવામાં આવ્‍યા બાદ અગરિયા આગેવાનો અને અગરીયા સમુદાયના હોદેદારો મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્‍યા હતા અને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મુખ્‍યમંત્રી દ્વારા હાલ અગરિયાઓને મળી અને ત્‍યારબાદ વિચારણા કરવા અંગેની ખાતરી આપવામાં આવી છે હાલના તબક્કામાં સોલાર પ્‍લેટ અને નુકસાન થયું છે તે પણ નવી નાખવામાં આવે અને જે રણના અગરીયાઓને મીઠાનું તૈયાર ઉત્‍પાદન હતું તેના ઉપર પણ ધૂળ જામી ગઈ છે ત્‍યારે તેની ક્‍વોલિટી પણ ખરાબ થાય છે ત્‍યારે તે અંગે પણ નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અંદાજિત ૨૦૦ કરોડ રૂપિયાનું વળતર નુકસાન અંગેનું પેકેજ અગરિયાઓ માટે જાહેર કરવામાં આવે તેવી પણ મુખ્‍યમંત્રી સમક્ષ અગરિયાઓએ માંગ કરી છે

(11:53 AM IST)