<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જામનગર તાલુકાના વસઇ ગામ પાસે ફાયરીંગના બનાવમા ૬ આરોપીઓને હથિયારો સાથે ત્વરીત પકડી પાડતી જામનગર-જીલ્લા પોલીસ

મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી અરબ, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ,તબરેજ રફીકભાઈ હાલાણી, નુરમામદ ખલીલભાઈ સિદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ,વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા સામે કાયૅવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : ગઇ તા.૨૨/૦૩/૨૦૨૬ ના રાત્રી ના અગીયાર વાગ્યે ફરીયાદી અસલમભાઇ કરીમભાઇ ખીલજી ની ફરીયાદમા તેઓના  ભત્રીજા શાહનવાઝ મહમદ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન વિગેરે ચાર માણસો થાર કાર જીજે-૧૦-ઇએચ- ૩૧૩૦ લઇ જામનગર દ્રારકા હાઇવે રોડ ઉપર ’’તુલસી હોટલ’’ પાસે  પહોચતા શાહનવાઝની થાર ગાડી પાછળ થાર ગાડી નંબર-જી.જે.-૧૦-ઇ.સી.-૦૭૮૬ તથા બલેનો ગાડીએ પીછો કરી,સાહેદની થાર ગાડી ઉપર ફાયરીંગ કરી,સાહેદ ગાડી લઇ ભાગતા વસઇ ગામ પાસે થાર ગાડીને આરોપીઓની ગાડીઓએ ઠોકર મારી સાહેદ શાહનવાઝ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન  નાઓને ફેકચર ની ગંભીર ઇજા કરી,આરોપીઓ નાશી ગયેલ  હતા,આ ગુનાને અંજામ આપનાર આરોપી અલ્તાફ ગફાર ખફી એ અન્ય આરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ રચેલ અને અલ્તાફ ગફાર ખફીના કહેવાથી,અનવર ગફાર ખફી,મુખ્યાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી,તબરેજ મહેબુબ ખફી,મોસીન પચાસીયો વિગેરે-૦૯ વિરૂધ્ધ સિકકા પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૧૧૨૦૨૦૫૭૨૬૦૧૬૫/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૦૯(૧),૧૧૮(૧),૧૧૮(ર),૧૮૯(૧),૧૮૯(૪),૧૯૦,૧૯૪(૩),૬૧(૨)હથિયાર ધારા કલમ- ૨૫(૧), (એ), ૨૪(૧) જી.પી.એકટ કલમ-૧૩૫(૧) ગુન્હો નોંધાયેલ હતો. 

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ-રાજકોટ નાઓ તથા પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ ઉપરોકત ફાયરીંગના બનાવ બનતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ,તેમજ ત્વરીત જામનગર જીલ્લામાં નાકાબંધી કરાવેલ,તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા (IPS) લાલપુર વિભાગનાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટ ર બી.એન.ચૌધરી તથા સીકકા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર  પી.ટી.જયસ્વાલ નાઓ તથા પોલીસ સ્ટાફ સાથે આરોપીઓને પકડી પાડવા માટે સતત કાર્યરત રહી,બાતમી આધારે નીચે જણાવેલ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. 

પકડેલ આરોપીઓઃ- 

(૧) મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી અરબ રહે.હર્ષદમીલની ચાલી, જામનગર 

(૨) હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ રહે.ખોજા નાકે,ટીટોડી વાડી જામનગર 

(૩) તબરેજ રફીકભાઈ હાલાણી રહે.ઘાંચી ક્રબ્રસ્તાનની બાજુમા જામનગર 

(૪) નુરમામદ ખલીલભાઈ સિદીકી હાલ રહે.- મયુર ટાઉનશીપ જામનગર મુળ રહે.-ઉતરપ્રદેશ 

(૫) તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ રહે- મજારાજા સોસાયટી જામનગર 

(૬) વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા રહે.-રણજીતસાગર રોડ જામનગર 

કબ્જે કરેલ મુદામાલ 

૧) દેશી બનાવટના કટ્ટો (તમંચો)-૦૨  કિ.રૂ-૧૦૦૦૦/-

૨) જીવતા કાર્ટિસ-૦૩ કિ.રૂ . ૩૦૦/- 

૩) લોખંડ પાઇપ નંગ-૪

૪) લોખંડનો  કોયતો-૧

૫) છરી-૦૧ 

૬) હથોડી-૧

૭) બલેનો કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/ 

૮) થાર મોટરકાર નંબર-જી.જે.-૧૦-ઇ.સી.-૦૭૮૬ કિ.રૂ-૧૫,૦૦,૦૦૦/- કુલ મુદામાલ ૧૮,૧૦૪૪૦/- 

પકડવાના બાકી આરોપીઓ- 

(૧)અલ્તાફ ગફાર ખફી                     (ર) અનવર ગફાર ખફી,

(૩) મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી      (૪) મહેબુબ બોદુભાઇ ખફી

(પ) હનીફ મુસા ખફી                       (૬) હુસેન બોદુ ખફી રહે. તમામ જામનગર 

              આ કામે આરોપીઓને પકડી પાડવા જામનગર જીલ્લા પોલીસ કાર્યરત છે 

ગત તા ૨૦/૦૨/૨૦૨૬ ના રોજ ફરીયાદીઃ-ઓસમાણભાઇ મુસાભાઇ ખફી ને શાહનવાઝ મહમદહનીફ ખીલજી વિગેરે આઠ ઇસમોએ જુની અદાવતનો ખાર રાખી,ઓસમાણભાઇ ખફીને માર મારી શરીરે ગંભીર ઇજા કરેલ તે બનાવનો ખાર રાખી આરોપીઓએ આ  બનાવને અંજામ આપેલ છે.

(5:09 PM IST)