<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

મોરબી પોલીસની ઝુંબેશ, વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા નાગરિકોની રજૂઆત સાંભળી.

૭-૮ અરજદારોની રજૂઆત સાંભળી, ગુનો દાખલ કરવા તજવીજ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ સતત જોવા મળતો હોય છે છાશવારે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આજે જીલ્લા પોલીસ દ્વારા એ ડીવીઝન પોલીસ મથક ખાતે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે જન સંપર્ક સભા અને લોન મેળો યોજાયો હતો

  મોરબી જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ અને ડીવાયએસપી જે એમ આલ, સમીર સારડાના અધ્યક્ષ સ્થાને સંપર્ક સભા અને લોન મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જોકે નાગરિકોની સંખ્યાના પ્રમાણમાં રજૂઆતની સંખ્યા ખુબ ઓછી જોવા મળી હતી ૭-૮ વ્યાજખોરોના ત્રાસ અંગેની રજૂઆત મળી હતી જે આશ્ચર્ય જન્માવે છે તે ઉપરાંત વિવિધ બેન્કના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેથી જરૂરિયાતમંદ નાગરિકોને લોન અંગે માહિતી અને માર્ગદર્શન મળી સકે અને નાગરિકો વ્યાજખોરોના ત્રાસથી મુક્ત રહી સકે
   કાર્યક્રમ અંગે જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે આજે જનસંપર્ક સભા યોજવામાં આવી હતી જેમાં ૭-૮ નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી જે અરજીને આધારે ગુના દાખલ કરવામાં આવશે અને જરૂરત પડ્યે પાસા કાર્યવાહી કરવામાં આવશે પોલીસ નાગરિકોના ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ સહિતનો મુદામાલ તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત સોપવામાં આવે છે મોરબીના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસ અંગે ભયમુક્ત બની પોલીસ મથકે ફરિયાદ કરવા પોલીસવડાએ અપીલ કરી હતી

(12:41 AM IST)