તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
વિસાવદરમાં શનિવારે જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યકર્તા સંમેલન
સંમેલન પૂર્વે રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં કાર્યકર્તાઓ અને નાગરિકો રક્તદાન કરીને પ્રદેશ અધ્યક્ષની ઉત્સાહભેર રક્તતુલા કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૫: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આગામી તા.૨૮ ના રોજ જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદર અને વંથલી ખાતે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાશે. જેમાં અધ્યક્ષશ્રી ને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ : જગદીશ વિશ્વકર્મા આગામી તા.૨૮ને શનિવારના રોજ જુનાગઢ જીલ્લાની મુલાકાત લેનાર છે. સવારે વંથલી અને બપોરબાદ વિસાવદર ખાતે કાર્યકર્તાઓને મળશે. પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિ વચ્ચે વંથલી ખાતે સવારે ૯-૩૦ કલાકે જ્યારે વિસાવદર ખાતે સાંજે ૫-૩૦ કલાકે કાર્યકર્તા સંમેલનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ અધ્યક્ષને આવકારવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે વિસાવદર ખાતે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી લોહાણા મહાજન વાડી ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેના દ્વારા અધ્યક્ષ વિશ્વકર્માજીની ઉત્સાહપૂર્વક કાર્યકર્તાઓ દ્રારા રક્તતુલા કરવામાં આવશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રભારી અને જિલ્લા ભાજપના નેતા કિરીટભાઈ પટેલ તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિસાવદર અને વંથલી વિધાનસભાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
