<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

લોધીકાના બાલસરમાં વશરામભાઇ કુગશીયાની મહેમાનગતિ માણતા જવાહરભાઇ ચાવડા

 

ખીરસરા- ધ્રોલઃ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના બાલસર ગામે આયોજિત શ્રીમદ્‌ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અખિલ ગુજરાત આહિર સમાજના ભામાશા અને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ પધાર્યા હતા. ધાર્મિક પ્રસંગમાં સહભાગી થયા બાદ તેઓએ બાલસર ગામના પૂર્વ સરપંચ વશરામભાઈ કુગશીયાના નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન લોકપ્રિય નેતા જવાહરભાઈ ચાવડાનું ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂર્વ સરપંચ વશરામભાઈ કુગશીયા દ્વારા જવાહરભાઈને તેમના પિતાશ્રી અને આહિર સમાજના ભામાશા એવા સ્‍વ. પેથલજીબાપા ચાવડાની સ્‍મળતિચિホ રૂપી સુંદર તસ્‍વીર અર્પણ કરી વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વશરામભાઈ કુગશીયા, નાથુભાઈ કુગશીયા, ધનાભાઇ કુગશીયા, હરભમભાઈ કુગશીયા અને હેમંતભાઈ લોખીલ સહિત ઉપસ્‍થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન સામાજિક એકતા અને સેવાકીય કાર્યો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. લોધીકા પંથકમાં જવાહરભાઈની આ મુલાકાતથી આહિર સમાજ અને ગ્રામજનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. (તસ્‍વીર- અહેવાલઃ ભીખુપરી ગોસાઇ (ખીરસરા), સંજય ડાંગર- ધ્રોલ

(1:33 PM IST)