તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 25th March 2026
માધવપુરના મેળામાં ગુંજશે ગીતાબેન રબારી અને રાજ ગઢવીના સુર
માધવપુર મેળાની તૈયારીઓને આખરી ઓપ : મેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોઃ મેળાના ૧૧ પોઇન્ટ ઉપર પીવાનું ફિલ્ટરવાળુ શુધ્ધ પાણીઃ અલાયદી ટ્રાફીક વ્યવસ્થા : માધવપુરના મેળામાં નોર્થ-ઇસ્ટ અને ગુજરાતના પારંપારીક નૃત્યોની રંગત જામશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫ : માધવપુરના રાષ્ટ્રીય મેળાની તંત્ર દ્વારા થઇ રહેલી તૈયારીઓને ઓપ અપાઇ રહયો છે. માધવપુરના મેળામાં દરરોજ રાત્રે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગીતાબેન રબારી અને રાજ ગઢવી જેવા કલાકારો તેમજ નોર્થ-ઇસ્ટ અને ગુજરાતના પારંપારીક નૃત્યો તથા અન્ય કાર્યક્રમો જમાવટ કરશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે માધવપુરનો મેળો પરંપરા મુજબ યોજાય છે.
ભગવાન શ્રીકળષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મળતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ વર્ષના આયોજન અંગે વિગતો આપતા જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી તેજલબેન ચૌહાણ દ્વારા જણાવેલ કે, દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પヘમિ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કળતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ મેળો તા. ૨૭ માર્ચ ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં દરરોજ રાત્રે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફયુઝન નળત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં બંને પ્રદેશોના કલાકારો એક જ મંચ પર આવી પોતાની કલા અને પરંપરાનું પ્રદર્શન કરશે.
સમગ્ર મેળા દરમિયાન વિવિધ ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, પ્રથમ દિવસે તા. ૨૭મીએ લોક ગાયિકા સુશ્રી ગીતાબેન રબારી, ૨૮મીએ શ્રી રાજ ગઢવી અને શ્રી મયુર દવે, ૨૯મીએ શ્રી ઋષભ આહિર તેમજ ૩૦મીએ શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા શ્રી કળષ્ણમય સંગીતની સભાઓ જામશે.
આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ૩૦ મિનિટ સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતિ પણ રાખવામાં આવી છે. મેળાના અંતિમ દિવસે તા. ૩૧ ના રોજ દ્વારકા ખાતે રાજેશ આહિર એન્ડ ગ્રુપના કાર્યક્રમ સાથે મલ્ટી મીડિયા શો અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે મેળાનું આયોજન ૨૭ માર્ચથી ૩૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન માધવપુર ઘેડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉનાળાના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળા દરમિયાન આવતા મુલાકાતીઓ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આનંદ નગરી, સાંસ્કળતિક કાર્યક્રમ ગ્રાઉન્ડ, હેલીપેડ ગ્રાઉન્ડ તથા જનરલ ર્પાકિંગ સહિત વિવિધ સ્થળોએ પીવાના શુદ્ધ ફિલ્ટર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મેળા પરિસરમાં કુલ ૧૧ સ્થળોએ ફિલ્ટર પાણીના સ્ટેન્ડ અને ટાંકા મુકવામાં આવ્યા છે, જેથી મેળામાં આવનારા લોકો સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મેળવી શકે. આ વ્યવસ્થા દ્વારા ઉનાળાની ગરમીમાં મુલાકાતીઓને રાહત મળે તેવો પ્રયત્ન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
