News of Wednesday, 25th March 2026
આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રફુલ્લાબેન માધાણીની પસંદગી
જામનગર તા. પંચાયતની ઠેબા-રપ બેઠક માટે

જામનગર, તા. રપ : જામનગર તાલુકા પંચાયતની ઠેબા-રપની સીટ ઉપર શ્રીમતી પ્રફુલ્લાબેન જૈમીનભાઇ માધાણી ‘‘આમ આદમી પાર્ટી'' ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના જામનગર તાલુકા મહામંત્રી અને ધુતારપર જીલ્લા પંચાયત સીટના પ્રભારી એવા આજ વિસ્તારના ધુતારપર ગામના જૈમિનભાઇ એસ. માધાણી - એડવોકેટ એન્ડ નોટરી અને હંમેશા ખેડૂતો માટે અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ગામડાઓના પ્રશ્ને ખડેપગે ઉભા રહેતા, ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા અને દૂષણ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ, કેનાલના મુદ્દે અવાજ ઉઠાવનાર અને ગ્રામ્ય લોકો અને ખેડૂતોની પડખે ઉભા રહેનારના એજયુકેટેડ (બી.એ., એમ.એ.) પત્ની શ્રીમતી પ્રફુલ્લાબેન જૈમિનભાઇ માધાણીને જામનગર તાલુકા પંચાયતની ઠેબા-રપ સીટ ઉપર આમ આદમી પાર્ટીની પ્રથમ ઉમેદવારની યાદીમાં નામ જાહેર કરતા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
