News of Wednesday, 25th March 2026
જામનગરના 29 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો :હવેથી મિલ્કત ખરીદ-વેચાણમાં પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે
આ વિસ્તારમાં મિકલતની તબદીલી સમયે ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિલ્કતની તબદીલી પર પ્રતિબંધ મુકવામા આવ્યો

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે. નિયત કરાયેલા વિસ્તારોમાં મિલ્કતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે. જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હેવલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો. સીટી સર્વે-૨2માં સમાવિષ્ટ પંચવટી વિસ્તારમાં 22 માર્ચ 2031 સુધી 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો. આ વિસ્તારમાં મિકલતની તબદીલી સમયે ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિલ્કતની તબદીલી પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
