<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક ગારમેન્ટ યુનિટમાં ભીષણ આગ ભભૂકી

કપડાંનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું: કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે

કચ્છ જિલ્લાના ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં આજે એક ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના કાળા ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા.

ઘટનાની મળતી માહિતી અનુસાર, કાસેઝમાં આવેલી એક જાણીતી ગારમેન્ટ કંપનીના યુનિટમાં અચાનક આગ લાગી હતી. કપડાંનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સમયે કંપનીમાં કામદારો હાજર હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે તંત્ર દ્વારા તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવીને જાનહાનિ ટાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

] આગની જાણ થતા જ કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને કાબુમાં લેવા માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને અનેક ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પવનની ગતિને કારણે આગ વધુ ન પ્રસરે તે માટે ફાયરની ટીમો સતત કાર્યરત છે.

(7:57 PM IST)