<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

શનિવારે મોરબીમાં સ્વ. નરભેરામભાઈ ઉઘરેજાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન.

કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેતલબેન પટેલના પિતા સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કાર બ્લડ બેંક - મોરબીના સહયોગથી આ રક્તદાન કેમ્પ આગામી તારીખ ર૮ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના રોજ યોજાશે. રક્તદાન એ મહાદાન છે, ત્યારે આયોજકો દ્વારા આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તારીખ:- ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર
સમય:- સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી
સંસ્કાર બ્લડ બેંક, જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાશે
સંપર્ક:- ૯૫૮૬૦ પ૨૨૨૬ (હેતલબેન પટેલ)

(11:39 PM IST)