News of Thursday, 26th March 2026
કાલે પોરબંદરમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરે શ્રી રામનવમી ઉત્સવ ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવાશે
શ્રી રામનામનું સંકીર્તન, ઋષિકુમારો દ્વારા ચોપાઈઓનું ગાન, શ્રી રામ લલ્લાને પંચામૃત સ્નાન અને અભિષેક પૂજન અને પારણામાં ઝૂલાવાશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬: પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રી હરિ મંદિર ખાતે તા.૨૭/૦૪/૨૦૨૬, શુક્રવારના રોજ ચૈત્ર સુદ નવમીના શુભ દિવસે શ્રીરામનવમીનો ઉત્સવ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
શ્રી રામનવમીના મંગલ અવસરે સવારે ૧૧:૧૫ થી શ્રી રામનામનું સંકીર્તન કરવામાં આવશે. ૧૧:૪૫ થી ૧૨ વાગ્યા સુધી ઋષિકુમારો દ્વારા શ્રી રામનામ સંકીર્તન અને શ્રી રામચરિતમાનસની રામજન્મ પ્રસંગને અનુરુપ ચોપાઈઓનું ગાન કરવામાં આવશે, ત્યારબાદ મધ્યાホ સમયે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવશે. જન્મોત્સવ બાદ શ્રી રામ લલ્લાને પંચામૃત સ્નાન અને અભિષેક પૂજન થશે અને પારણામાં પધરાવવામાં આવશે. ત્યારબાદ ૧૨:૩૦ વાગ્યે શ્રીરામ લલ્લાની આરતી કરવામાં આવશે. સર્વે ભકતોને શ્રીહરિ મંદિર તરફથી રામનવમી ના ઉત્સવ અને વિશેષ દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ શ્રી હરિ મંદિર પોરબંદર દ્વારા પાઠવવામાં આવ્યુ છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
