<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કયાંક આજે કયાંક કાલે રામનવમી પર્વની ઉજવણી

આજે બપોરથી કાલે શુક્રવાર બપોર સુધી નોમ હોવાથી બે દિવસ ઉજવણી કરતા ભાવિકો

 

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કયાંક આજે તો કયાંક કાલે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવશે.

આજે બપોરના ૧ર-૩૦ વાગ્‍યાથી કાલે શુક્રવારે બપોરના ૧ર-૩૦ સુધી નોમ તિથી હોવાથી કોઇ જગ્‍યાએ આજે શ્રીરામ ભગવાનના જન્‍મોત્‍સવની ઉજવણી થઇ રહી છે. તો કોઇ જગ્‍યાએ કાલે રામનવમી ઉજવાશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી સ્‍ટેશન પ્‍લોટ ખાતે આવેલ રામ મંદિરમાં ભગવાન શ્રીરામની આરતી અને પૂજન સંતો મહંતો અને આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ રામજી મંદિરથી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત રામનવમી ની શોભાયાત્રાનું પ્રસ્‍થાન  મુરલી મનહર મંદિર સુપેડી નમઃ રવિદાસ બાપુ ધોરાજી સ્‍વામિનારાયણ મંદિરના સંતો તેમજ ધોરાજી શ્રી રામ મંદિરના પૂજારી વગેરેની હાજરીમાં કરવામાં આવ્‍યું હતું.

આ તકે ધોરાજીના પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયા,  ધોરાજી ખોડલધામના પ્રમુખ અરવિંદભાઈ વોરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશન ભાઈ માવાણી સેક્રેટરી ભુપતભાઈ કોયાણી કે પી માવાણી દિલીપભાઈ હોતવાણી લલીતભાઈ વોરા વિશ્વ હિન્‍દુ પરિષદના  પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી સહિત આગેવાનો દ્વારા શોભાયાત્રાનું પ્રસ્‍થાન કરવામાં આવ્‍યું હતું.

શોભાયાત્રા સોની બજાર ખાતે પહોંચતા વિવિધ વેપારી એસોસિએશન દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું વિવિધ વેપારી એસોસિએશન તેમજ સમસ્‍ત સીંધી સમાજ દ્વારા પુષ્‍પ વળષ્ટિ કરી શોભાયાત્રા નું સ્‍વાગત કરેલું હતું શોભાયાત્રામાં દરબારગઢ સીતારામ સેવા ટ્રસ્‍ટ મેન બજારમાં શિવ ગ્રુપ ત્રણ દરવાજા સિંધી કાપડ બજારમાં સિંધી એસોસિએશન દ્વારા તમામ યાત્રિકોને નાસ્‍તા આઇસ્‍ક્રીમ શરબત કેન્‍ડી વિગેરે દ્વારા સ્‍વાગત કર્યું હતું

 શોભાયાત્રામાં વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળની યુવા પાંખ દ્વારા સુશોભિત પ્‍લોટ્‍સ અને ભવ્‍ય આતશ બાજી તેમજ તલવારબાજી અને પટ્ટા બાજીના દાવ સાથે શોભાયાત્રાએ આકર્ષણ જગાવ્‍યું હતું શોભાયાત્રા નું ધોરાજી શહેરના વિવિધ રૂટ પર સ્‍વાગત અને પૂજન કરવામાં આવ્‍યું હતું. ધોરાજીના મુખ્‍ય માર્ગો પર શોભાયાત્રા ના દર્શનાર્થે લોકો બહોળી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

શોભાયાત્રા દરમિયાન જિલ્લા પોલીસ વડા  ના માર્ગદર્શન હેઠળ  એએસપી સિમરન ભારદ્વાજ તેમજ ધોરાજી સીટી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કમલેશ ગરચર દ્વારા સઘન પોલીસ ગોઠવવામાં આવ્‍યો હતો. (તસવીર- અહેવાલ કિશોર રાઠોડ) (પ-૧૦)

 

આધ્‍યાત્‍મિક મહત્‍વઃ રામ નવમીનું આધ્‍યાત્‍મિક પાસું ખૂબ ઊંડું છે. ‘રામ' શબ્‍દનો અર્થ થાય છે - જેમાં યોગીઓ રમણ કરે છે તે.  અધર્મ પર ધર્મનો વિજય- રામનો જન્‍મ અસુરી શક્‍તિઓનો નાશ કરવા અને ધર્મની સ્‍થાપના કરવા માટે થયો હતો.,મર્યાદા પુરુષોત્તમ- ભગવાન રામે એક મનુષ્‍ય તરીકે અવતાર લઈને બતાવ્‍યું કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ નૈતિક મૂલ્‍યો અને મર્યાદાનું પાલન કેવી રીતે કરી શકાય., આત્‍મિક શુદ્ધિ- ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે રામ નવમી આવે છે, જે સૂચવે છે કે નવ દિવસની સાધના બાદ અંતરમાં રામ એટલે કે પરમ શાંતિનો ઉદય થાય છે.

વર્તમાન સમયમાં ઉજવણીનો ઉદ્દેશઃ  રામ નવમીની ઉજવણી પાછળ ના મુખ્‍ય ઉદ્દેશો, સત્‍યનો સ્‍વીકાર- સમાજમાં સત્‍ય અને ન્‍યાય પ્રત્‍યેની શ્રદ્ધા જીવંત રાખવી.,કુટુંબ ભાવના- રામાયણના પાત્રો દ્વારા આદર્શ પિતા, પુત્ર, ભાઈ અને પતિના કર્તવ્‍યોનું સ્‍મરણ કરવું.,સામૂહિક ચેતના- ભજન, કીર્તન અને શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા અને સદ્દભાવના ફેલાવવી.

પ્રેરણાનો સંદેશઃ     આજના આધુનિક અને તણાવપૂર્ણ યુગમાં રામનું જીવન એક લાઈટહાઉસ સમાન છે જેમાં, સંયમ અને ધૈર્ય- જીવનમાં જયારે પણ મુશ્‍કેલી આવે, જેમ કે રામને વનવાસ મળ્‍યો, ત્‍યારે હતાશ થયા વગર ધૈર્યથી તેનો સામનો કર્યો., વચન પાલન-‘‘રદ્યુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ''- આ સૂત્ર આજે પણ પ્રામાણિકતા અને વિશ્વસનીયતા શીખવે છે. સમતાનો ભાવ- રામે શબરીના બોર ખાધા અને કેવટને ગળે લગાવ્‍યો. આ સંદેશ આપે છે કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને માનવતાને સર્વોપરી ગણવી જોઈએ.

(10:54 AM IST)