<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ઉપલેટામાં શનિવારે કોંગ્રેસની જન આક્રોશ સભા

જીગ્નેશ મેવાણી, ઋત્‍વિક મકવાણા, લલીતભાઈ કરગથરા, જેનીબેન ઠુંમર, પાલભાઈ આંબલીયા, લલીતભાઈ વસોયા, હિતેશભાઈ વોરા મુખ્‍ય વક્‍તા

 

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૨૬: આગામી તા. ૨૮ માર્ચના શનિવારે બપોરના ચાર કલાકે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા અહીંના ગાંધી ચોકમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવેલ છે સભાના મુખ્‍ય વક્‍તા તરીકે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અને ધારાસભ્‍ય જીગ્નેશભાઈ મેવાણી, પૂર્વ ધારાસભ્‍ય ઋત્‍વિકભાઈ મકવાણા કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અને પૂર્વ ધારાસભ્‍ય લલિતભાઈ કરગથરા, પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્‍ય લલીતભાઈ વસોયા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા સહિતના આગેવાનો સભાને સંબોધશે તો શહેર તેમજ તાલુકાના ભાઈ-બહેનો યુવાનો કાર્યકરોને પધારવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍થાનિક કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો યુવાનો કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:27 AM IST)