<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કાલાવડ તાલુકાના છતર ગામે પેટ્રોલ-ડીઝલની અછત નથીઃ કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન

નવાગામઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામે આવેલ વસુંધરા પેટ્રોલ પંપ પર ખુબ સારી વ્‍યવસ્‍થા જોવા મળી છે. જયાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા તમામ વ્‍યકિતઓને પેટ્રોલ અને ડીઝલની અછત નથી તેવું સમજાવવામાં આવે છે. તમામ ગ્રાહકોને શાંતિથી જરૂરીયાત મુજબનું પેટ્રોલ ડીઝલ મળી રહે તેનું ધ્‍યાન રાખવામાં આવે છે. તમામ વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે છતર ગામના સ્‍વયંસેવકો ઉત્‍સાહ પૂર્વક સહકાર આપી રહ્યા છે. આ કાર્યમાં છતર ગામના સરપંચ જીતુભાઈ, રમીઝભાઈ મલેક, કીરીટભાઈ ચંદ્રપાલ, અબ્‍દુલભાઈ મલેક તથા આમીરભાઈ સહિત કાર્યકરો કામગીરી સંભાળી રહ્યા છે.(તસ્‍વીર-અહેવાલઃ હર્ષલ ખંધેડિયા-નવાગામ)

(11:30 AM IST)