<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કાલે શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં રામનવમી ઉત્‍સવ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૬: આગામી તા. ર૭/૩/ર૦ર૬ ને શુક્રવાર માહે ચૈત્ર સુદ-૦૯ (નોમ)ના દિવસે ‘રામ નવમી ઉત્‍સવ' ને અનુલક્ષીને શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. જેમાં સવારે ૬:૩૦ વાગ્‍યે મંગલા આરતી, સવારે ૧૦:૧પ વાગ્‍યે શ્રુંગાર આરતી, સવારે ૧૦:૩૦ થી ૧રઃ૦૦ સુધી દર્શન બંધ, બપોરે ૧રઃ૦૦ વાગ્‍યે રામ જન્‍મ ઉત્‍સવ આરતી,  બપોરે ૧રઃ૦૦ થી ૧:૩૦ સુધી ઉત્‍સવ દર્શન, બપોરે ૧:૩૦ થી પઃ૦૦ સુધી અનોસર (મંદિર બંધ) અને સાંજના દર્શન નિત્‍ય ક્રમ મુજબ રહેશે તેમ હિમાંશુ ચૌહાણ, GAS) વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટરની યાદીમાં જણાવ્‍યુ છે

(1:36 PM IST)