<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ગોંડલ નદીના પટમાં આંચકી આવતાં યુવાન બેભાનઃ મોત

મુળ બિહારનો યુવાન પૂલના કામની મજૂરીએ ગઇકાલે જ આવ્‍યો હતોઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૬: ગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્‍કૂલ પાછળ નદીના પટમાં પૂલનું કામ ચાલુ હોઇ ગઇકાલે જ અહિ મજૂરી કામ માટે આવેલો મુળ બિહાર કિશનગંજનો પરમેશ્વર સુખનભાઇ શર્મા (ઉ.વ.૩૯) સાંજે ચારેક વાગ્‍યે કામ કરતો હતો ત્‍યારે એકાએક આંચકી આવ્‍યા બાદ બેભાન થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(1:35 PM IST)