News of Thursday, 26th March 2026
રામનવમી પર્વની જૂનાગઢ આઝાદ ચોક ખાતેની ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લીમાં બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ ધર્મમય વાતાવરણમાં ભવ્ય ઉજવણી
બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, રાજુભાઈ જોબનપુત્રા, સમગ્ર બેંક સ્ટાફ પરિવાર સાથે જોડાઈ ભગવાન રામચંદ્રજી ની ભવ્ય મહા આરતી કરવામાં આવી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ : રામનવમી પર્વની જૂનાગઢ આઝાદ ચોક ખાતે આવેલ ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લી માં બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ ધર્મમય વાતાવરણ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢ લંબે હનુમાન મંદિર ના મહંત પૂજ્ય શ્રી અર્જુનદાસ બાપુના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી આરતીમાં બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, રાજુભાઈ જોબનપુત્રા, સમગ્ર બેંક સ્ટાફ પરિવાર સાથે જોડાઈ ભગવાન રામચંદ્રજી ની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.
બેંક માં બિરાજમાન રામ દરબાર જોઈને પૂ. શ્રી અર્જુનદાસબાપુ પ્રભાવિત થયા હતા અને બેંક ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી કોટેચા એ અર્જુનદાસ બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
