News of Thursday, 26th March 2026
પ્રેમ વૈરાગ્યનો બાપ છે અને પ્રિતી વૈરાગ્યની જનની છેઃ પૂ.મોરારીબાપુ
કચ્છનાં માધાપરમાં ‘માનસ મુકુરાષ્ટક' શ્રીરામકથાનો આજે છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. ર૬: ભકત, શુરવિર અને દાતાઓની અવાંઝ એવી ધરતી કચ્છ-માધાપરમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મુકુરાષ્ટક'ના પાંચમાં દિવસના કથા પ્રેમ સંવાદને આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે, પ્રેમ વૈરાગ્યનો બાપ છે અને પ્રિતી વૈરાગ્યની જનની છે. એક દિકરીને ફિલ્મ જોવાનો ખુબ જ શોખ, ખૂબ ફિલ્મો જોવે. એકની એક દિકરી, એના પિતાએ કિધું કે બેટા, આટલી બધી ફિલ્મો ન જોવાય ! પણ કહેવાનું બંધ કર્યુ દિકરી મોટી થઇ, એનુ સગપણ થયું, લગ્ન લેવાયા ત્યારે દિકરીના બાપે જમાઇને વિનંતી કરી કે, બેટા, મારી દિકરીને ફિલ્મો જોવાની ટેવ છે. શકય હોય તો એને ફિલ્મો જોવા લઇ જજો. દિકરી સાસરે આવી, જમાઇ પણ સારો હતો, દીકરીને દર શુક્રવારે ફિલ્મમાં લઇ જાય. સમય જતા એ દિકરીને ત્યાં બાળકનો જન્મ થાય છે. બાળક દિવસે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દિવસે વધે એમ દિકરી પોતાના બાળકના પ્રેમમાં ડુબી જાય છે. જમાઇ રાજે દિકરીને કિધું કે શુક્રવાર છે ફિલ્મમાં જશુ ? ત્યારે દિકરી કહે છે, ના આ બાળકમાં એનો જીવ પરોવાય છે આ છે પ્રેમ ફિલ્મો માટે અરૂચિ નથી પણ બાળકનાં પ્રેમને કારણે સ્થિતિ બદલાય છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, તુલસીજીએ માનસમાં પાંચ મહાપાપ બતાવ્યા છે. (૧) બ્રહ્મહત્યા મહાપાપ છે (ર) મદ્યપાન પણ મહાપાપ છે. હું આપ સૌને વિનંતી કરું કે, બાપ, ન પિયા જેવું પિતા તો ચતો છોડી દે જો ! (૩) ચોરી કરવી મહાપાપ છે. (૪) કોઇનું લીધું હોય એ ન દેવું એ મહાપાપ છે. શાહબુદિનભાઇ કહે છે ને કે એક ભાઇ મને પૂછતા હતાં કે - મારે સમાજ સેવા કરવી છે. ત્યારે એ એને કિધું કે, જેના લિધા હોય એ એને પાછા આપી દે...! તો એ સમાજ સેવા જ છે. (પ) ગુરૂપત્ની પર કુદૃષ્ટિ કરવી એ પણ મહાપાપ છે. ત્રણ પ્રકારના દર્પણ - અરિસા છે. (૧) દેડુઃ સ્થૂળ, લૌકિક દર્પણ (ર) દે હિઃ મન અને (૩) વિદેકિઃ આત્મા તન એટલે કે દેહ લૌકિક દર્પણ છે. દેડ્ડી એટલે મન એ દર્પણ છે અલૌકિક છે. અને વિદેકિ : એટલે કે આત્મા પાટલૌકિક દર્પણ છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓ આપણા મન દર્પણને મેલું કરે છે.
‘રા' એટલે રામાયણ અને ‘મ' એટલે મહાભારત ‘રામ' નામનો જપ કરો. એ જપ કરવાથી રામાયણ અને મહાભારતનો પાઠ થઇ જશે. (મનોજ જોશી રાજકોટ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦)(૬.૧૪)
તોરા મન દર્પણ કહેલાયે...
કથા સંવાદ દરમ્યાન કેન્દ્રિય વિષય ‘મુકુરાષ્ટક' સંદર્ભે પૂ. મોરારીબાપુએ એક ફિલ્મ ગીત રચના (લતા મંગેશકર દ્વારા ગવાયેલી) પ્રસ્તુત કરી અને એ ફિલ્મ ગીતનો અધ્યાત્મિક અર્થ વિસ્તારથી સમજાવ્યો હતો અને કહ્યું કે ભલે આ ગીત ફિલ્મનું છે પણ ગીતમાં શાષાોની જ વાત ઉતરી છે, બાપ....
તોરા મન દર્પણ કહેલાયે..
ભલે બૂરે સારે કરમો કો
દેખે ઔર દિખાયે... તોરા મન....
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
