<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજ્યના ૫૧૮ પીઆઈની બદલીના આદેશ, મોરબી જીલ્લાના ૯ પીઆઈની બદલી.

અન્ય જીલ્લામાંથી પાંચ પીઆઈની મોરબી બદલી.: પીએસઆઈમાંથી પીઆઈ પ્રમોશન મેળવેલા મોરબીના ચાર અધિકારીને પોસ્ટીંગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી આજે રાજ્યના ૫૧૮ પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૯ પીઆઈની બદલી કરવામાં આવી છે અને અન્ય જીલ્લામાંથી ૫ પીઆઈની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે

મોરબી ફરજ બજાવતા એન આર મકવાણાની અમદાવાદ શહેર, એમ પી પંડ્યાની પ.રે. વડોદરા, કે જે માથુકીયાની સાબરકાંઠા, પી એચ લગધીરકાની બનાસકાંઠા, પી ડી સોલંકીની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એચ એ જાડેજાની કચ્છ પૂર્વ ગાંધીધામ, એન એ વસાવાની ભરૂચ, કે એમ છાસીયાની સુરત શહેર અને વી પી ગોલની અમરેલી બદલી કરવામાં આવી છે

તેમજ અન્ય જીલ્લામાં ફરજ બજાવતા ૫ પીઆઈની મોરબી બદલી કરવામાં આવી છે જેમાં જી.પી.એ. કરાઈ ફરજ બજાવતા જે ડી ઝાલા, મહેસાણા ફરજ બજાવતા એન એસ ઘેટિયા, આણંદ ફરજ બજાવતા વી એસ સિંધવ, રાજકોટ શહેરમાં ફરજ બજાવતા જે એસ ગામીત અને ઈન્ટેલીજનસમાં ફરજ બજાવતા એસ પી જાડેજાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.

પીએસઆઈમાંથી પીઆઈ પ્રમોશન મેળવેલા મોરબીના ચાર અધિકારીને પોસ્ટીંગ.

રાજ્યના ૨૫૪ પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું હતું જે પ્રમોશન બાદ અધિકારીઓની બદલી અને પોસ્ટીંગના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ચાર અધિકારીઓની અન્ય જીલ્લામાં બદલી કરવામાં આવી છે

જેમાં મોરબી ફરજ બજાવતા ધર્મિષ્ઠ! વિશાલ કાનાણીની વલસાડ, પુષ્પાબેન રમેશભાઈ આહીરની સીઆઈડી ક્રાઈમ, વિજય નરોત્તમભાઈ પરમારની સીઆઈડી ક્રાઈમ અને નારણ માયાભાઈ ગઢવીની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બદલી કરવામાં આવી છે.

(5:41 PM IST)