News of Friday, 27th March 2026
કચ્છના રાપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાનની હત્યા
આપસમાં ઝઘડતા બે શખ્સાનેગાળો બોલવાની ના પાડતા બંનેએ સાથે મળી યુવાનને પતાવી દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭: કચ્છના રાપરમાં મામૂલી બોલાચાલીમાં યુવાનની હત્યાના બનાવે ચકચાર સર્જી છે. રાપરના ત્રિકમનગરમાં પોતાના ઘર પાસે ઝઘડી રહેલા દિનેશ તરસી કોળી અને પરબત પાતા કોળીને દયાળ બળદેવ કોળીએ ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા દિનેશ અને પરબતે સાથે મળીને દયાળ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે ફરિયાદ નોંધી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહીની ગતિવિધિ પોલીસે હાથ ધરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
