News of Friday, 27th March 2026
માધવપુરના મેળા પાસે રમણીય દરિયાકાંઠે બીચ સ્પોટર્સ ફેસ્ટિવલઃ ૬પ૦ ખેલાડીઓ જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭ :.. માધવપુરના મેળા મેદાન પાસે આવેલા રમણીય દરિયાકાંઠે બીચ સ્પોટર્સ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે. આ ફેસ્ટિવલમાં ગુજરાતભરમાંથી ૬પ૦ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકિમણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું આયોજનમાં
આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારેઆજથી તા.૩૦ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૬૫૦થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.
આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પુર્ણ થઇ છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
