News of Friday, 27th March 2026
બાબરામાં ભગવાન શ્રી રામલલ્લા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૨૭: ભગવાન શ્રી રામલલ્લાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય અને આસ્થાભરેલી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પૂર્વે મોટા રામજી મંદિરમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૨૦૦થી વધુ લોકોએ દીક્ષા ધારણ કરી હતી. જીલ્લા વિશ્રવ હિન્દુ પરિષદ ના પ્રમુખ વિજયભાઇ દેસાઇ ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજાયો હતો
ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રા મોટા રામજી મંદિરથી શરૂ થઈ અને બાબરાના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. માર્ગોમાં ઠેરઠેર ભાવિકોએ ભગવાન શ્રીરામના સ્વાગત માટે બેનરો, હોર્ડિગ્સ તથા શરબત સહિતના સ્ટોલોની વ્યવસ્થા કરી હતી.
શોભાયાત્રામાં કાપડિયા આશ્રમમાં મહંત ઘનશ્યામદાસ બાપુ મોટા રામજી મંદિરના મહંતશ્રી, સહિત વિવિધ સાધુ-સંતો તથા શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ યાત્રાનો સમાપન તાપડીયા આશ્રમ ખાતે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જનકભાઇ તળાવીયા નગરપાલિકા પ્રમુખ પ્રવીણ કરકર મુકેશભાઈ ખોખરીયા અશોકભાઇ રાખોલીયા રાજુભાઇ વિરોધ જગદીશભાઇ નાકરાણી બાબરા શહેર ભાજપ પ્રમુખ કીરીટભાઇ પરવાડીયા, પીન્ટુભાઇ જસાણી, અશ્વિન મકવાણા સહિતના આગેવાનો વેપારીઓ નગરપાલિકા સભ્ય વિવિધ સંગઠનો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રામા કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. શહેરમાં વિશાળ પ્રમાણમાં હાજરી આપવા બદલ બજરંગ દળ દ્વારા તમામ હિન્દુ ભાઈઓ તથા વિવિધ સંગઠનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
