<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

દિવ્યધામ વલારડીમા શિવકથાકાર પૂ. ગીરીબાપુના વ્યાસાસને શિવકથા શ્રવણનો લાભ લેતા સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિરના પૂ.હરિપ્રકાશ સ્વામી અને પૂ. વિવેકસાગર સ્વામી

પૂ. ગીરીબાપુ દ્વારા શિવ કથા અને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સંતો દ્વારા હનુમાનજીનો મહિમાથી ભક્તજનોના હૃદયમાં શ્રદ્ધા, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો

રાજકોટ:: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દિવ્યધામ વલારડી ગામ ખાતે શિવકથાકાર પૂ. ગીરીબાપુના વ્યાસાસને 

શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું હતુ.આ દિવ્ય શિવ કથા શ્રવણ નો લાભ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિરના  પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીએ લીધો હતો. સંતોની પાવન ઉપસ્થિતિએ ભક્તિનો મહિમા વધુ ઉજ્જવળ બનાવ્યો હતો. શિવ કથાકાર પૂ. ગીરીબાપુ દ્વારા શિવ કથા અને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સંતો દ્વારા હનુમાનજીનો મહિમા તથા તેમના આશીર્વાદથી ભક્તજનોના હૃદયમાં શ્રદ્ધા, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો હતો.

 

(8:33 PM IST)