News of Saturday, 28th March 2026
માધવપુર ઘેડના પર્યટન ક્ષેત્રે અને મેળાના વિકાસથી સ્થાનિક રોજગારીમાં ૭૪ ટકાનો વધારો
દરિયાકાંઠે ઉંટ સવારી ખાણીપીણીના સ્ટોલ તથા નાળિયેરીના ધંધાર્થીઓને ફાયદો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: માધવપુર ઘેડનો પર્યટન તરીકે વિકાસ તથા રાષ્ટ્રીયકક્ષાના મેળા આયોજનથી સ્થાનિક રોજગારીમાં ૭૫ ટકાનો વધારો થયો છે.
માધવપુર ઘેડના પર્યટન અને મેળાના વિકાસથી સ્થાનિક રોજગારીમાં ૭૫%નો વધારો થયો છે.
માધવપુર ઘેડના રહેવાસી વાજા રામભાઈ છગનભાઈ જે દરિયા કિનારે નાળિયેરનો વ્યવસાય કરે છે, માધુપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવણીના કારણે માધવપુરના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું કે દર વર્ષે અહીં ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે ભવ્ય મેળો ભરાય છે.પહેલા આ મેળો સ્થાનિક અને સામાન્ય સ્તરે થતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા તેને મોટા પાયે આયોજિત કરવામાં આવે છે.
પર્યટકોના વધારાને કારણે સ્થાનિક રોજગારીમાં અંદાજે ૭૫% જેટલો વધારો જોવા મળ્યો છે.ઊંટ સવારી, ખાણી-પીણીના સ્ટોલ અને અન્ય નાના વ્યવસાયોને આ વિકાસથી મોટો ફાયદો થયો છે.
માધવપુર બીચ તેની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય માટે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને અગાઉ રોજગારી મેળવવા માટે સ્થાનિકોએ બહાર જવું પડતું હતું, પરંતુ હવે પ્રવાસનના વિકાસને કારણે ઘરઆંગણે જ સારી આવક પ્રાપ્ત થાય છે. બીચ ડેવલપમેન્ટ સહિતની વધેલી સુવિધાઓ અને વિકાસ કાર્યો બદલ તેમણે સરકારશ્રીનો ધંધાર્થી રામભાઈએ આભાર પણ વ્યક્ત કર્યો હતો
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
