<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહય ઉકળાટ વચ્‍ચે આજથી માવઠાની આગાહી

રાજકોટઃ તા.ર૮, રાજકોટઃ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી માવઠાની આગાહી અપાઇ છે. આજે બપોર બાદ માવઠાની પુરી શકયતા છે. ઉત્તર ગુજરાત, પાટણ, મહેસાણામાં વાદળછાંપુ વાતાવરણ છવાશે, ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પડવાની શકયતા છે. મધ્‍ય ગુજરાતમાં  અમદાવાદ, વડોદરા, આણ઼દમાં સાંજે વાતાવરણમાં પલ્‍ટો આવશે. ગાજવીજ  સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે.

દરિયાઇ ભેજ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઇ છે.

રાજકોટ,જામનગર, જુનાગઢ, ભાવનગર પંથકમાં ગાજવીજ સાથે છુટાછવાયાથી મધ્‍યમ વરસાદ અને કચ્‍છમાં હળવા ઝાપટાની આગાહી કરાઇ છે.

શુક્રવારે રાજકોટમાં ગરમીએ પરાકાષ્‍ઠા વટાવી હતી લઘુતમ તાપમાન ર૧.૪ ડિગ્રી અને મહત્તમ ૩૮.૯ ડિગ્રી રહેતા લોકો બપોરે શકાયા હતા સવારના સમયે હવામાં ૮૦ ટકાથી વધુ ભેજ અને ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ભારે વિચિત્રતા જોવા મળી હતી આ ‘ડબલ સીઝન'ને કારણે અત્‍યારે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્‍યારે હવે માવઠું મુસીબતમાં વધારો કરશે. હવામાન નિષ્‍ણાતના જણાવ્‍યા અનુસાર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય થવાને કારણે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ઉત્તર ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે. ર૮ થી ૩૦ માર્ચ દરમિયાન ‘થંડરસ્‍ટોર્મ અકિટવિટી' પ્રબળ રહેશે. એટલે કે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે આ માવઠાની તીવ્રતા અગાઉ કરતા ઓછી રહેશે. પરંતુ ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો ધેરાયા છે. માર્ચ મહિનો વિદાય લે તે પહેલા કુદરત પોતાનું રૌદ્ર સ્‍વરૂપ બતાવી રહી છે. એકતરફ આકરી ગરમી અને બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને ખેતી પાકોને નુકશાન થાય ન થાય તે માટે માર્કેટીંગ યાર્ડોમાં પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  ‘બાજરા સેશોધન કેન્‍દ્ર જામનગર'  તરફથી મળેલ તાપનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન-250C, મહત્તમતાપમાન- 25.50C  ભેજનું પ્રમાણ-75%,પવનની ગતિ 10 કિ.મી. રહી છે.

(11:37 AM IST)