તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 28th March 2026
ધોરાજી-જેતપુર રોડ ઉપર ટ્રાવેલ્સની બસ પલ્ટી જતા ૩ ગંભીરઃ ૧પ ઇજાગ્રસ્ત
લલીત વસોયા, ડેપ્યુટી એસપી સિમરન ભાદ્વારાજ સહિતના દોડી ગયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ર૮ :.. ગઈકાલે રાત્રિના સમયે ધોરાજી જેતપુર રોડ હાઈસ્કૂલ પાસે નેશનલ હાઈવે ઉપર અચાનક ખાનગી બસના ડ્રાઇવર એ પોતાનો કાબુ ગુમાવતા બસ ત્રણ પલટી મારી જતા બસમાં બેઠેલા પેસેન્જરમાં ભારે મુશ્કેલી સાથે ઈજા ગ્રસ્ત બન્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ના માધ્યમથી તેમજ પોલીસની સહાયથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે ઘટના સ્થળે તાત્કાલિક ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજ અને તેમની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સહાયરૂપ બનવા માટે દોડી ગયા હતા અને આ સમયે ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ એ ઙ્કેસ મીડિયાને જણાવેલ કે ધોરાજીના જેતપુર રોડ પાસે ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અને બસમાં બેસેલા ૧૫ જેટલા પેસેન્જરોમાં નાની મોટી ઈજા થઈ છે અને ત્રણ ગંભીર છે જેઓને જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે અને તાત્કાલિક ૧૦૮ ના માધ્યમથી અને અમારા પોલીસ સ્ટાફની સેવાથી તમામ પેસેન્જરને બચાવી લેવામાં આવ્યા છે અને આ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
ઘટના સ્થળે તાત્કાલિક ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને તેમની ટીમ પહોંચી ગઈ હતી તેમને પણ તાત્કાલિક ૧૦૮ ના માધ્યમથી દર્દીઓને બચાવવા માટે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ ખાતે પણ તમામ ડોક્ટરો અને સ્ટાફ દ્વારા પણ તાત્કાલિક સેવા આપી રહ્યા હતા અને દર્દીઓ માટે ખૂબ જ મદદરૂપ બન્યા હતા.
સરકારી હોસ્પિટલના દાખલ થયેલ પેસેન્જર કરસનભાઈ રાઠોડ અને ઇજાગ્રસ્ત શાંતાબેન એ જણાવેલ કે અમો ધોરાજીના છીએ અને અમારા દાદા નો અવસાન થતા અસ્થિ પધરાવવા માટે રાધનપુરના કુંવર ગામ ખાતે ગયા હતા જ્યાં અસ્થિની વિધિ પતાવીને પરત ધોરાજી આવી રહ્યા હતા ત્યારે ધોરાજી નજીક પહોંચતા જ અચાનક જ બસ એ પલટી મારી દેતા અંદાજે ત્રણ ગોથા બસે ખાધા હતા જેના કારણે અમારા તમામ પેસેન્જરને અમારા સગા વાલા ગંભીર રીતે ઈજા ગ્રસ્ત બન્યા છે આમાં પણ ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ કેટલા લોકોને લાગ્યું એ અમોને ખબર નથી પણ બધાને સારવાર મળી છે એવું અમને જાણવા મળ્યું છે અમો અમારા દુઃખદ ઘટનામાં વિધિ કરવા માટે ગયા હતા અને આવી દુર્ઘટના જોવા મળી છે તેવું તેઓએ જણાવેલું હતું.
સ્થાનિક લોકોએ જણાવેલ કે બસ ના ડ્રાઇવર એ કાબુ ગુમાવતા બસ પલટી મારે એ પહેલા બે મોટરસાયકલને પણ ઇજા પહોંચાડી હતી અને તેઓને પણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં ત્રણથી વધુ દર્દીઓને જુનાગઢ ખસેડવામાં આવ્યા છે જે ની તબિયત ગંભીર બતાવવા રહી છે બાકીના બધા લોકોને નાની મોટી ઈજા થઈ છે એટલે જોખમ જેવું નથી.
ધોરાજી નો જેતપુર રોડ એટલે ધોરાજી થી ૬ કિલોમીટર નું અંતર ગોઝારો અકસ્માતથી પ્રચલિત બની ગયો છે કોઈપણ વાહન હોય કે ન હોય અકસ્માતના સૌથી વધારે બનાવો આ વિસ્તારમાં થઈ રહ્યા છે જેથી આ વિસ્તારને અકસ્માત ઝોન તરીકે જાહેર કરવો જોઈએ તેવી પણ લોકોએ માગણી ઉઠાવી છે.
ગઈકાલે રાત્રે બનેલી ઘટનાથી ધોરાજીના લોકોએ પણ સરકારી હોસ્પિટલ ખાતે સેવા અર્થે દોડી ગયા હતા અને ઇજાગસ્તોના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બાબતે ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ આઈપીએસ અધિકારી હોવા છતાં પણ તેઓ પણ સ્થળ ઉપર જઈને ઇજાગ્રસ્તોની સેવા કરી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
